સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ભાયાવદર નગરપાલિકાની ૧ કરોડ ૩૫ લાખની ગ્રાન્ટ અંગત સ્વાર્થ માટે અન્ય જગ્યાએ વાપરી નાંખી

કોઇ જ ખોટું કામ કર્યુ નથીઃ પૂર્વ પ્રમુખ અતુલભાઇ વાછાણીનો ખુલાસો

ભાયાવદર તા.૧૭: ભાયાવદર નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવનં. ૭ પસાર કરીને ભાયાવદર નગરપાલિકાની આ પહેલાની બોડી દ્વારા ભાયાવદર નગરપાલિકાના વિસ્તારમાં જે રોડ, ભુુગર્ભ ગટરના કામને લીધે તુટેલા હતા તેવા રોડ સુખાકારી ન બનાવી ને અને ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ માંથી અન્ય વિભાગના હસ્તકના (આર.એન્ડબી.) વિભાગના રોડમાં ભ્રષ્ટાચાર કરવા માટે અંદાજે રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખની રકમની ગ્રાન્ટ વાપરીને ભાયાવદરની જનતાને અન્યાય કરેલ છે. અને અંગત સ્વાર્થ માટે બીજે વાપરી નાખતા આ માટે તે સમયના ચીફ ઓફીસર, પ્રમુખ તેમજ સદસ્યો પાસેથી વસુલાત કરવાની માંગણી સાથે એકપ્ર માં નગરપાલિકાના પ્રાદેશીક કમિશ્નર, જીલ્લા કલેકટર વિરોધપક્ષના નેતા, અને ધારાસભ્યને જાણ કરીને આ પ્રશ્ને તુરત જ યોગ્ય તપાસ કરવાની માંગણી કરેલ છે.

ઉપરાંત ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થવાથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રસ્તાને સારી રીતે બનાવવા રૂ. ૬૬,૨૧,૫૨૫ લાખની ગ્રાન્ટ તા. ૩૧-૫-૧૬ ના રોજ ફાળવેલી હતી આ માટે કોઇ ઠરાવ કરેલ નથી.

આ અંગે ભાયાવદર નગરપાલિકાના પુર્વ પ્રમુખશ્રી અતુલભાઇ વાછાણી તથા નગરપાલિકાના ચીફ ઓફીસર ડી.એન. કંડોરીયા એ જણાવેલ છે કે, મોજીરા રોડથી વડાળી નાકા સુધી તેમજ રાંગવાળો રોડ ગોૈરવપથમાં આવતો હોય અને ભુગર્ભ ગટરને લીધે વધારે ખરાબ થયેલ હોય ગામના વિકાસ માટે સરકારના પરિપત્ર મુજબ ગમે તે ગ્રાન્ટ વાપીર શકાય આ માટે આ રોડ બનાવીને લોકોની ફરીયાદનો નિકાલ કરેલ હતો. અમારી બોડી દ્વારા કોઇ જ ખોટું કામ કરેલ નથી. અને કયાં રોડ બનાવવા તે નગરપાલિકાની બોડી જ નકકી કરતી હોય છે.

(11:45 am IST)