સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

સાવરકુંડલાના મુસ્લિમ પરિવારની અનોખી પહેલ : પંખીના માણામાં કંકોત્રી છપાવી

ખોટા ખર્ચને તીલાંજલી આપી સોહીલ શેખના લગ્ન પ્રસંગે પંખી ઘરની કંકોત્રીથી પક્ષી બચાવો અભિયાન

સાવરકુંડલા, તા. ૧૭ : પક્ષી બચાવોના અભિયાનના ખરા અર્થમાં સાર્થક બનાવવા સાવરકુંડલાના મુસ્લિમ શેખ પરીવારે નવી કેડી કંડારી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તાજેતરમાં સાવરકુંડલા ખાતે મુસ્લિમ શેખ પરિવારના સોહીલ શેખ પત્રકારના લગ્ન પ્રસંગ નિમિતે ખોટા ખર્ચને તીલાંજલી આપવા તેમજ પક્ષી બચાવો અભિયાન આગળ ધપાવવા લગ્નની કંકોત્રી પક્ષીની માળાના આકાર જેવી છપાવવામાં આવેલ હતી.

આ પક્ષીના માળાના આકાર જેવી કંકોત્રી જોઈ સગા સંબંધી મિત્રો વર્તુળો અને સમાજે શેખ પરિવારનો પક્ષીપ્રેમ બિરદાવ્યો હતો. આજના જમાનામાં પક્ષીઓને બચાવતા હોય એવા પરીવાર કેટલા? પક્ષી બચાવો અને પરીવારો કરે છે પરંતુ આ વાતનો અમલ શેખ પરીવારે લગ્ન પ્રસંગે ચકલીના માળાની કંકોત્રી છપાવી સગા સંબંધીઓને મોકલી પંખી માળો બનાવો, પક્ષીને બચાવો તેવો સંદેશો ફેલાવ્યો છે.

(11:43 am IST)