સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

સરધારના ખારચીયા પાસે વંડા પાસે જુગાર રમતા સાત શખ્સો પકડાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ રમઝાન ભામાણી, વિપુલ પરસાણા,કનુ પરમાર,વલ્લભ મકવાણા,વિપુલ મકવાણા, વિપુલ પરમાર અને સંજય પરમારની ધરપકડ

રાજકોટ તા.૧૭: સરધાર નજીક ખારચીયા ગામ પાસે વંડા પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ખારચીયા ગામ પાસે જુગાર રમતા હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ એમ.ડી.ઝાલા તથા જયદીપસિંહ બોરાણા સહિતના સ્ટાફે દરોડો પાડી ખારચીયા ગામ પાસે વંડાની દીવાલ પાસે જાહેરમાં જુગાર રમતા ખારચીયાના રમઝાન શાહબુદીનભાઇ ભામાણી (ઉ.વ.૫૩) ભવનાથ સોસાયટી શેરી નં.૧૩/૧૫નો વિપુલ લાલજીભાઇ પરસાણા (ઉ.વ.૩૫), ખારચીયાના કનુ નાગજીભાઇ પરમાર (ઉ.વ.૩૬), વલ્લભ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૨), વિપુલ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૨), વિપુલ બાબુભાઇ પરમાર (ઉવ.૨૪), અને સંજય દિનેશભાઇ પરમાર (ઉ.વ.૨૬)ને પકડી લઇ રૂ.૧૨,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(11:39 am IST)