સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ભાવનગરની જાનવી મહેતાઅે અેથ્લેટીક્સ સ્‍પર્ધામાં કાઠુ કાઢ્યું: વિશ્વકક્ષાનો મિસ યોગિની ઓફ વર્લ્ડ ૨૦૧૮ અને વજુ વર્લ્ડ રેકોર્ડસ અેવોર્ડ પ્રાપ્ત કર્યો

ભાવનગરઃ દીકરી એ સાપનો ભારો એ કહેવતને આજની સનારીઓએ તેના વિશિષ્ટ કૌશલ્ય થકી ઈતિહાસમાંથી ભૂસી નાખી છે. આજના જમાનામાં સ્ત્રી એ પુરૂષ સમોવડી નહી, પરંતુ તેનાથી પણ આગળ વધી છે. મિસ યોગીની ઓફ વર્લ્ડનું બિરૂદ મેળવનાર ભાવનગરની જાનવી મેહતાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને ભારતીય સંસ્કૃતિનાં ધરોહર સમા યોગ ક્ષેત્રમાં વધુ એક વૈશ્વિક કક્ષાનો મિસ યોગીની ઓફ વર્લ્ડ-2018નું બિરૂદ અને વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે.

યૂથ સ્પોર્ટસ સોચીઅલ એન્ડ કલ્ચરલ સોસાયટી તેમજ યોગા સ્પોર્ટસ ફેડરેશન (ઇન્ડિયા) અને રેકોગ્નાઝ ગર્વન્મેન્ટ ઓફ એન.સી.ટી., દિલ્હી દ્વારા શિમલા ખાતે ઓપન વર્લ્ડ યોગા ચેમ્પિયનશીપ-2018 યોજાઇ હતી. જેમાં ભાવેણાની પ્રતિભાશાળી ખેલાડી જાનવી જીગ્નેશભાઇ મહેતાને એથ્લેટીકસ ઇવેન્ટમાં પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એટલું જ નહિ, બધા વયજુથમાં પ્રથમ આવતા ખેલાડીઓ વચ્ચે તેણીએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઇવેન્ટમાં પ્રથમ સ્થાને મિસ યોગીની-2018નું બિરૂદ મેળવીને ભાવેણાનું ગૌરવ વધાર્યુ હતું.

જાનવી મહેતા નાજુક અને નમણી દેખાતી આ યુવતીએ યોગ ક્ષેત્રે તેની ઉમંર કરતાં બમણા રેકોર્ડ પોતાના નામે અંકે કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યોગને વેશ્વિક ફલક પર પહોંચાડવાનું કામ કર્યું છે. તો જાનવી મહેતા જેવી યોગીનીઓએ ભારતીય સંસ્કુતિનાં અમુલ્ય અને બહુ મુલ્ય વારસાને જાળવી રાખવાનો ઉમદા પ્રયાસ યથાવત રાખ્યો છે. યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીયકક્ષાએ દેશનું નામ ત્રણ-ત્રણ વખત રોશન કરતી યોગ ખેલાડી જાનવી મહેતાએ વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાસલ કરી છે. જાનવીએ વિશ્વિક ક્ક્ષાનો વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડની સમકક્ષ ગણાતા વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ભાવનગર આવી હતી અને ટીમની સમક્ષ જાનવીએ માટીનાં ઘડા પર યોગનાં વિવિધ આસનો રજુ કરી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

વજ્ર વિશ્વ વિક્રમ એ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની સમકક્ષ છે, જેમાં દેશ અને વિદેશમાં ભારતીયોની અનન્ય સિદ્ધિઓ પર ભાર મૂકવામાં આવે છે. તા.30મે,2014નાં રોજ વિશાખાપટ્ટનમથી વજ્ર વિશ્વ રેકોર્ડ ની શરૂઆત કરવામાં કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ, કૃષિ, મેડિકલ સાયન્સ, બિઝનેસસ્પોર્ટસ, નેચર, એડવેન્ચર, રેડિયો, સિનેમા વગેરે વિભાગોમાં ઉત્કૃષ્ટ કૌશલ્ય દર્શાવનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવે છે.

અગાઉ પણ જાનવી મહેતાએ ચીનનાં શેન્ઝહેનમાં સીલ્વર મેડલ પ્રાપ્ત કરી બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ મેળવ્યો હતો. તો ભાવનગરનું ઘરેણુ ગણાતી જાનવી મહેતા તા.3 સપ્ટેમ્બર ર017ના કણાર્ટકના બેંગલોર ખાતે ઓન બી હાલ્ફ ઓફ થર્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ  યોગામાં 3જી ઇન્ટરનેશનલ યોગાસન ચેમ્પિયનશીપ-ર017માં એથ્લેટીકસ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, આર્ટીસ્ટીક પેરમાં ગોલ્ડ મેડલ અને રિધમિક પેરમાં સીલ્વર મેડલ આમ તેમને ર ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ છે. 

આ ઉપરાંત યોગા સોસાયટી ઓફ કાશ્મીર દ્વારા ૨૦૧૬માં જમ્મુ ખાતે દ્વિતીય ઓલ ઇન્ડિયા યોગા સ્પોર્ટસ ચેમ્પિયન શીપ-૨૦૧૬માં જાનવી જીગ્નેશભાઇ મહેતાએ સર્વશ્રેષ્ઠ પર્ફોમન્સ દર્શાવી નેશનલ લેવલમાં ૧ ગોલ્ડ મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ તેમજ ઇન્ટરનેશનલ લેવલમાં ૧ ગોલ્ડ મેડલ,   સિલ્વર મેડલ તથા ૧ બ્રોન્ઝ મળી અધધ ૬ મેડલ તેમજ  જાનવીએ ગત વર્ષે પણ ચાઇના ખાતે બેન્જીંગમાં ૧ ગોલ્ડમેડલ અને ૨ મેડલ મેળવ્યો હતો. સતત બે વર્ષથી તેણી ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનેલ હતી.

તેમજ તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલી ઇન્ટર નેશનલ લેવલની યોગ સ્પર્ધામાં ભાવનગરની જાનવી મહેતાએ ૨ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવીને ફરી વખત ભાવનગરનું નામ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે. મલેશિયાનાં કુલ્લાલુમપુર ખાતે તાજેતરમાં છઠ્ઠી ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટીવલ અને ગીનીસ વર્લ્ડ રેકર્ડ-૨૦૧૮ યોજાઇ હતી. જેમાં ભાવનગર શહેરના જીગ્નેશભાઇ મહેતા અને પ્રતિભાબહેનની પુત્રી જાનવીએ એથેનિક ચેમ્પિયનશીપમાં પ્રથમ આર્ટીસ્ટીક ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

૫ મેઇન ગૃપમાં પ્રથમ આવેલ ખેલાડીઓ એટલે કે, ટોપ-5 બહેનો અને ટોપ-5 ભાઇઓમાંથી ધી ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનની સ્પર્ધામાં જાનવીએ ૨જી રનર્સઅપ થઇને મિસ યોગીની ઓફ વર્લ્ડનું ગૌરવવંતુ બિરૂદ મેળવ્યું છે. જાનવીએ હર્ષ સાથે જણાવ્યુ હતુ કે, આ સિધ્ધિમાં તેમની માતાનો સહકાર રહ્યો છે. તેણીને યોગ એન્ડ કલ્ચર એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા માર્ગદર્શન અપાયુ હતુ. યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સફળતા મેળવી ચૂકેલી ભાવનગરની જાનવી મહેતા મલેશિયાના કુલામમ્પુરમાં જાન્યુઆરી-૨૦૧૮ દરમિયાન યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ -૨૦૧૮માં ભાગ લીધીલે હતો.

જમ્મુ-કશ્મીરનાં શ્રીનગરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાનું આયોજન થયું. ગુજરાતમાંથી ઘણા સ્પર્ધકો સહીત સમગ્ર દેશ અને દુનિયામાંથી સ્પર્ધકો એ ભાગ લીધેલ, પણ જાનવી ની વાત કંઈક ઓર હતી. પરિણામો જાહેર થયા નેશનલ-ઇન્ટરનેશનલ ક્ક્ષાએ ગુજરાતના ફાળે ૧૯ જેટલા ચંદ્રકો મળ્યા અને ગુજરાત ઓલ ઓવર ચેમ્પિયન બન્યું તો નેશનલ-ઇન્ટરનેશનલ લેવલનાં ગોલ્ડ મેડલ સાથે ૬ ચંદ્રકો જાનવી અંકે કરી નબર-૧ રહી. ગુજરાતને મળેલા કુલ ચન્દ્રકોમાં સિંહ ફાળો ભાવનગરનો અને તેમાં પણ મહતમ ચન્દ્રકો ભાવનગરની જાનવી મહેતાનો રહ્યો. આટલી સિદ્ધિ પછી પણ તેણી કહે છે કે, “ઈશ્વરની કૃપા, માતા-પિતાના આશીર્વાદ થી આ થયું છે.

દીકરીને તેમની સંઘષ પૂર્ણ યાત્રાને જોઈ હવે આપણે જાનવી એ સમગ્ર રાષ્ટ્ર માટે મેળવેલી અને રાષ્ટ્રમાં મેળવેલી સિધ્ધીઓ જોઈયે....

(૧) રાજ્ય કક્ષામાં સિલ્વરમેડલ ૮ અને બ્રોન્ઝ-૧ તેમજ એક ટ્રોફી મેળવેલ છે.

(૨) રાષ્ટ્રીય કક્ષામાં જનવીએ ૫-ગોલ્ડ મેડલ, ૨-સિલ્વર અને ૬-બોન્ઝ મેડલ મેળવ્યા છે.

(૩) આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ તેઓએ (ચીન માં) ૧-ગોલ્ડ મેડલ, ૨-સિલ્વર અને મેળવ્યા છે.

(૪) આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ તેઓએ (શ્રીનગર) ૧-ગોલ્ડ મેડલ, ૧-સિલ્વર અને ૧-બોન્ઝ મેળવ્યા છે.

(૫) છઠ્ઠી ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટીવલ અને ગીનીસ વર્લ્ડ રેકર્ડ-૨૦૧૮ આંતરરાષ્ટ્રીય ક્ક્ષાએ તેઓએ (મલેશિયાનાં કુલ્લાલુમપુર) ૨ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવીને ફરી વખત ભાવનગરનું નામ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે. 

(૬) ધી ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનની સ્પર્ધામાં જાનવીએ ૨જી રનર્સઅપ થઇને મિસ યોગીની ઓફ વર્લ્ડનું ગૌરવવંતુ બિરૂદ મેળવ્યુ છે.

(૭) મલેશિયાના કુલામમ્પુરમાં જાન્યુઆરી-૨૦૧૮ દરમિયાન યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૮માં ભાગ લીધીલે હતો.

(૮) રાષ્ટ્રીય કક્ષામાં જનવીએ ૧-ગોલ્ડ મેડલ, ૨-સિલ્વર મેડલ મેળવ્યા છે.

(૯)  કણાર્ટકના બેંગલોર ખાતે ઓન બી હાલ્ફ ઓફ થર્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ  યોગામાં 3જી ઇન્ટરનેશનલ યોગાસન ચેિમ્પયનશીપ-ર017માં ૧-ગોલ્ડ મેડલ, ૨-સિલ્વર અને મેળવ્યા છે. 

આમ આપણે જાનવી ને જોયેતો ૧૧ -ગોલ્ડ મેડલ, ૧૮-સિલ્વર અને ૧૩-બોન્ઝ મેડલ મેળવ્યા છે.અને અનેક ટ્રોફીઓ મેળવેલ છે. તેમજ જાનવી મિસ ગુજરાત ૨૦૧૩/૧૪ રહી ચુક્યા છે.અને મિસ યોગીની ઓફ ઇન્ડિયા બની ચુક્યા છે.અને સમગ્ર ગુજરાતનો સ્કુલોમાં નો એવોર્ડ અભિમન્યુ ૨૦૧૪ જીતી ચુક્યા છે.જ્યારે તાજેતરમાં તેઓને રાજ્યનો સન્માનનીય એટલે કે જયદીપસિંહજી ૨૦૧૪-૧૫ તેમની યશગાથા રૂપે તેઓને સન્માનિત કરવામાં આવી છે. ભાવનગર યોગ ક્ષેત્રે અગ્રેસર છે અને આ દીકરી તેનું ઘરેણું છે તે નોધવું રહ્યું તો આ જાનવી ની સિદ્ધિ યાત્રા અનેક દીકરીઓ, યુવતીઓ માટે પ્રેરણારૂપી પણ બની શકે તેમ છે. 

(7:39 pm IST)