News of Saturday, 17th April 2021
હળવદ તાલુકામાં રેતી ભરેલ ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત : ત્રણનાં ઘટનાસ્થળે મોત
મોરબી જીલ્લના હ માળવદ તાલુકામાં આજે બપોરના સમયે ડમ્પર અને એમ્બ્યુલેન્સ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે અને તેમ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે અને એક મહિલા ગંભીર હાલતમાં હોવાની માહિતી મળી રહી છે
બનાવની મળી રહેલી માહિતી મુજબ સુંદરગઢ ગામ પાસેથી આજે બપોરના સમયે એમ્બ્યુલન્સ અને રેતી ભરેલ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહતિ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે જો કે એક મહિલાને ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવારમા ખસેડવામા આવી છે
(11:44 pm IST)