સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા : કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી :તબીબો તથા પેરામેડીકલ સ્ટાફને શાબાશી આપી: દર્દીઓના સગા-વ્હાલાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૃચ્છા કરી

ભુજ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ત્યાર બાદ  મુખ્યમંત્રી આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી અને .તબીબો તથા પેરામેડીકલ સ્ટાફને શાબાશી આપીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ  મુખ્ય મંત્રીએ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓના સગા-વ્હાલાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૃચ્છા કરીને તેમના પરિજનો ઝડપથી સ્વસ્થ્ય બનશે એવી શુભેચ્છા આપી હતી અને સરકાર તમામ પ્રકારની સારવાર આપવા સક્ષમ છે એટલે આપે સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી એવી સાત્વના આપી હતી

(7:12 pm IST)