News of Saturday, 17th April 2021
કચ્છમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે વિજયભાઈ અને નીતિનભાઈ સમીક્ષા માટે ભુજ પહોંચ્યા : નિયત સમય કરતાં ભુજ એક કલાક મોડા પહોંચ્યા, ભુજની કોવિડ હોસ્પિટલની મુલાકાત ટુંકાવાય એવી શક્યતા, બેઠક બાદ પત્રકાર પરિષદ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ કોરોના ની સમીક્ષા બેઠક માટે નિયત સમય કરતાં એક કલાક મોડા સાંજે ૪ વાગ્યે ભુજ આવી પહોંચ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા, કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ બેઠક માટે કલેકટર કચેરીએ આવી પહોંચ્યા. દરમ્યાન બેઠકને મોડું થતાં કચ્છની મુખ્ય કોવિડ હોસ્પિટલની મુલાકાત રદ્દ થાય તેવી શક્યતા છે. બેઠક બાદ બન્ને મહાનુભાવો પત્રકાર પરિષદ ને સંબોધન કરશે.
(4:16 pm IST)