સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

પત્નિ રિસામણે ચાલી જતા લાલપુરના અપીયા ગામના યુવાને પેટ્રોલ છાંટી સળગી જઇ જીંદગી ટૂંકાવી

જામનગર, તા.૧૭: લાલપુર તાલુકાના અપીયા ગામે રહેતા મંગાભાઈ આલાભાઈ પરમાર, ઉ.વ.૪પ, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મહેશભાઈ મંગાભાઈ પરમાર, ઉ.વ.૩પ, રે. આપીયા ગામવાળાના પત્ની લગ્ન પછી બે ત્રણ દિવસ પછી તેમની પત્નીનું આણું તેડાવી લીધુ હોય અને તેમના પત્ની ત્યારબાદ તેમના માવતરે જતા રીસામણે જતા રહયા હોય જે મહેશભાઈને લાગી આવતા મેકરના પેટ્રોલપંપ જઈ ૧ લીટર પેટ્રોલ લઈ ચાંદીગઢ નજીક મેલડી માતાજીના મંદિર પાસે પોતાના હાથે પેટ્રોલ છાંટી સળગી જતા મૃત્યુ પામેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઘનશ્યામભાઈ નાગજીભાઈ બાર એ ફરીયાદ નોંધાવી છે કે, શંકર ટેકરી, સિઘ્ધાર્થ કોલોની શેરી નં.ર૩માં રહેતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે પીન્ટુ દેવજીભાઈ પરમારએ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી રવિ ઉર્ફે હકો ચાવડા ફરાર થઈ ગયેલ છે.

કુન્નડ ગામે જુગાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કુન્નડગામ પાટી સીમ આરોપી હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયાના વાડીએ ઓરડમાં બહારથી અન્ય આરોપીઓ અશોકભાઈ ધનજીભાઈ ભીમાણી, લાભુભારથી બચુભારથી ગોસાઈ , ધીરજલાલ છગનભાઈ ભીમાણી, જયેશભાઈ માનસંગભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા, રે. કુન્નડ ગામવાળાને બહારથી બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૩,૪૦૦/– તથા છ મોબાઈલ ફોન કિંમત રૂ.૭૦૦૦, તથા ચાર મોટરસાયકલ કિંમત રૂ.૧,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૧,૭૦,૪૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ઝાખર જવાના રસ્તે જુગાર

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામ જવાના રસ્તે પીઠાપીરની જગ્યાની બાજુમાં આવેલ ગાયત્રી હોટલના ખુલ્લા પાર્કિંગ પાસે લાઈટના અજવાળે આરોપીઓ રવિરાજસિંહ વિરાજી જાડેજા, કમલેશભાઈ ઘોઘુભાઈ લાલવાણી, ખોડુભાઈ સોમાભાઈ લાલવાણી એ ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,રપ૦/ – ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મેઘપર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. લખમણભાઈ મંગાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જય માતાજી હોટલ પાછળ, ખુલ્લા માં જાહેરમાં લાઈટના અજવાળે આરોપીઓ મનસુખ ઘોઘુભાઈ લાલવાણી, નાગજીભાઈ મોહનભાઈ લાલવાણી, જીવરાજ સોમાભાઈ લાલવાણી, એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૧ર૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:55 pm IST)