સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

વેરાવળમાં સ્વૈચ્છાએ લોકડાઉન

પી.આઈ દ્વારા બજારમાં નિતી નિયમોનું પાલન કરવા કડક સુચના

વેરાવળ, તા.૧૭: વેરાવળ પ્રાંત અધિકારી, વેપારી એસો.ની મીટીંગ મળેલ હતી તેમાં  ૪ વાગ્યા થી બજારો બંધ રાખવા જાહેરાત કરાઈ હતી.

વેરાવળ પ્રાંતઅધિકારીની અઘ્યક્ષતામાં મીટીગ મળેલ હતી તેમાં વેપારી આગેવાનો ઉપસ્થિત રહેલ હતા સ્વૈચ્છાએ દરરોજ બપોરે ૪ વાગ્યા થી દરેક બજારો બંધ રાખવી દવાઓ સિવાય દરેક દુકાનો બંધ રાખવાની રહેશે રેસ્ટોરન્ટ,લારી ગલ્લા વાળા કોઈ ગ્રાહકોને બેસાડીને નાસ્તો કે જમવાનું આપી શકશે નહી રાત્રે ૧૦ વાગ્યાબાદ તમામ  દુકાનો, રેસ્ટોરન્ટ બંધ કરી દેવા માટે વેપારીઓની સંમતીથી નકકી કરવામાં આવેલ છે સ્વૈચ્છાએ બંધ રાખવા માટે તમામ હોદેદારોએ  અપીલ કરેલ છે તા.૧૭/૪ થી તા.૧/પ સુધી ૧૪ દિવસ સુધી આ નિર્ણય પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં લેવાયેલ છે તો તેનો અમલ કરવા અપીલ કરાયેલ છે.

શહેર પી.આઈ ડી.ડી.પરમાર બજારોમાં ફરી માઈક દ્રારા જાહેરાત કરેલ હતી કે દુકાનની અંદર પાંચ થી વધારે કોઈએ પણ ભેગું થવું નહી દરેક દુકાનદારે અને ગ્રાહકે માસ્ક પહેરવું ફરજીયાત છે જો કોઈ સરકાર ના નિતી નિયમો વિરૂઘ્ધ કામ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોરોનાની મહામારી સામે સહકારની અપેક્ષા માટે અપીલ કરાયેલ હતી.

(12:53 pm IST)