સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જેતપુર મામલતદાર કારીયા સંક્રમીત કાગવડમાં માતા-પુત્ર સહિત ત્રણના મોત

કોરોના બેકાબુ સંક્રમીતોની સંખ્યા વધતી જાય છે : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં સ્વૈચ્છીક લોકડાઉન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭ : શહેરમાં કોરોનાના કહેર દિવસેને દિવસે વધતો જાય છે.દરરોજ પ૦૦ થી પણ વધુ કોરોના ટેસ્ટ થવા લાગ્યા છે. જેથી પોઝીટીવની સંખ્યા પણ વધતી જાય  કોવીડ તેમજ અન્ય હોસ્પીટલો દર્દીઓની ઉભરાય રહી છે જેથી લોકોમાં કોરોનાનો ભય વધવા લાગ્યો છે. જાગૃત લોકો દ્વારા સાવચેતીના પગલા રૂપે માસ્ક સેનેટાઇઝનો ઉપયોગ વધ્યો બજારોમાં લોકોની ભીડ પણ ઓી થવા લાગી છે.એસ.ટી.વિભાગ બાદ તાલુકા સેવા સદનમાં પ્રવેશ્યો મામલતદાર વિ.એમ.કારીયા પણ ગઇકાલે સંક્રમીત થયા છે.શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારને પણ ભરડામાં લીધો છે. જેથી મોટાભાગના ગામડાઓમાં સરપંચની આગેવાની હેઠળ સ્વૈચ્છીક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ગઇકાલે કાગવડ ગામે હાહાકાર મચી ગયો નાના એવા ગામમાં એક સાથે ત્રણ મોત થતા અરેરાટી વ્યાપી ગઇછે સરપંચ હરેશભાઇ ડોબરીયાએ જણાવેલ કે ગામમાં એકજ દિવસમાં કોરોનાથી ત્રણ મોત થતા સાવચેતીના ભાગરૂપે આખુ ગામ સ્વૈચ્છીક બંધ કરવામાં આવ્યું છે બહારથી લોકોને આવવા મનાઇ ફરમાવી છે. કોરોનાથી મોતમાં બચુભાઇ દેવરાજભાઇ ઠુંમર, તેમજ માતા-પુત્ર, જયશ્રીબેન રતીભાઇ પીઠડીયા, અશ્વીનભાઇ જુનાગઢ ખાતે હોસ્પીટલમાં મોત નીપજેલ દેરડી ગામે પણ કોરોનાથી એક મોત થયેલ હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં કોવીડની હોસ્પીટલ શરૂ થતાની સાથેજ ફુલ થઇ જાય છેતેમજ હોસ્પિટલ હોમ કોરેન્ટાઇન થઇ સારવાર લઇ રહ્યા છે.

(12:53 pm IST)