સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જુનાગઢ પટેલ સમાજ પાસે આવારા તત્વોની દબાણની રજૂઆત

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ત્વરીત કામગીરી પોલીસ કાફલા સાથે ધસી ગયા

જુનાગઢ : ચિતાખાના વિસ્તારમાં આવેલ કડવા પટેલ સમાજની વાડી પાસે અંદર જવાના મેઇન રોડ પર આવારા તત્વોએ દબાણ કર્યુ હતું. આ સંદર્ભે શહેર ભાજપના પ્રમુખ પુનીત સામા, કોર્પોરેટર સંજય કોરડીયાએ જુનાગઢ રેન્જ ડીઆઇજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર, કલેકટર ડો. સૌરભ પારધી અને એસપી શ્રી રવિતેજા વાસમ શેટ્ટીને આ અંગે રજૂઆત કરતાં તેમની સુચનાથી જુનાગઢના જાંબાઝ અને લોકપ્રિય ડીવાયએસ પ્રદિપસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે પટેલ સમાજ ખાતે ધસી હતા અને આવારાતત્વો દ્વારા ઉભા કરવામાં આવેલ દબાણો તાત્કાલીક દુર કરાવ્યા હતા ઉપરોકત તસ્વીરમાં દબાણો દુર કરાવતા શ્રી પી.જી. જાડેજા સાથે સંજય કોરડીયા નજરે પડે છે. આવારતત્વોને કાયદાનું ભાન કરાવી દબાણ દુર કરાવતા પટેલ સમાજના ડોકટરો અને આગેવાનોએ પોલીસની કામગીરી બિરાદાવી આભાર વ્યકત કર્યો હતો. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘલા -જુનાગઢ)  

(12:42 pm IST)