સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

ટંકારા તાલુકાના કોવીડ ૧૯ કેર ફેસિલિટી સેન્ટર, સાવડી, નેકનામ, નેસડા, (ખાન) તથા લજાઈમાં ઓકિસજનની સુવિધા આપવાની માંગણી

ટંકારા,તા.૧૭ :  તાલુકામાં ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાવડી,   નેકનામ,  નેસડા(ખાન) તથા લજાઈમાં સમાજવાડી તથા પ્રાથમિક શાળા ના મકાનોમાં કોવિડ કેર ફેસેલીટી સેન્ટર શરૂ કરાયેલ છે આ માટ માજી સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી એ જિલ્લા કલેકટર મોરબી, આરોગ્ય વિભાગ તથા મુખ્યમંત્રીનો આભાર માનેલ છે .

ટંકારા તાલુકામાં કોવિંદ ૧૯ નું સંક્રમણ વધી રહેલ છે. આમાં દર્દીઓનું ઓકિસજન લેવલ ઘટી જાય છે. પરિણામે દર્દીઓને ભારે મુશ્કેલી પડે છે. જીવન જોખમમાં મુકાય છે.  માજી સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી એ કોવિંદ કેર  ફેસેલીટી સેન્ટરોમાં આધુનિક સુવિધા આપવાની માગણી કરેલ છે. આ કોવિડ કેર સેન્ટરોમાં રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ તથા  આર.સી પીસીઆર ટેસ્ટ તથા સીટી સ્કેન કરવામાં આવે તેવી સુવિધા આપવાની માંગણી કરેલ છે. જરૂરિયાત ના પ્રસંગે દર્દીઓને ઓકિસજન આપી શકાય તે માટે ઓકિસજન તેમજ વેન્ટિલેટર ની સુવિધા આપવા તેમજ દર્દીઓને remdesivir ઇન્જેકશન આપી શકાય તે માટે ઇન્જેકશનનો જથ્થો ફાળવવા પણ માગણી કરેલ છે.

ટંકારા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધારે છે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે ૧૦ દિવસમાં નવ વ્યકિતઓના  મૃત્યુ થયેલ છે. ટંકારામાં પણ અનેક દર્દીઓના ના મોત કોરોના કે અન્ય કોઈપણ કારણોસર થયેલ છે. ટંકારા તાલુકામાં ખાનગી હોસ્પિટલ જૂજ છે. તેમાં પણ વેન્ટિલેટર કે ઓકસીજન આપવાની સુવિધા નથી. ટંકારા તાલુકાના મધ્યમ વર્ગ તથા છેવાડાના દર્દીઓ માટે મોરબી અથવા રાજકોટ ખાનગી હોસ્પિટલ માં દાખલ થવાનું ગજુ નથી. હોસ્પિટલમાં દાખલ કરાયા પહેલા રૂ.લાખ, બે લાખ રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે .

સરકારી હોસ્પિટલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આશીર્વાદરૂપ બનેલ છે. ટંકારા તથા તાલુકાના કોવિડ૧૯ કેર ફેસેલિટી સેન્ટરો માં દર્દીઓનો જીવ બચાવવા જરૂરી ઓકસીજન, વેન્ટિલેટર ની આધુનિક સુવિધા પૂરી પાડવા ટંકારા ના માજી સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદીએ માગણી કરે છે.

(11:35 am IST)