સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

કોરોનાના ડંખથી કચ્છ બેહાલ : ભુજમાં સ્મશાનમાં લાઇન હોઇ સુખપર ગામે ૧૦ લાશોની અંતિમવિધિ

બહુચર્ચિત કેશવાનંદ કેસનો ચુકાદો આપનાર નિવૃત જજ નીલમ વોરાનું કોરોનાથી અવસાન : સરકારી ચોપડે વધુ ૨ મોત, નવા ૮૯ દર્દીઓ સાથે એકિટવ કેસ અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૦૯

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૭: કચ્છ કોરોનાના ડંખથી બેહાલ બન્યું છે. બીજી લહેરમાં સંસાધનોની ઘટે સારવારમાં મુશ્કેલી ઊભી કરી છે. સરકારી ચોપડે પણ નવા ૮૯ કેસ અને અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૦૯ સારવાર લેતાં એકિટવ દર્દીઓ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સત્ત્।ાવાર ૨ મોત સાથે મોતનો આંકડો પણ ૧૦૦ ને પાર પહોંચી ચૂકયો છે. જોકે, બિનસત્ત્।ાવાર વાત કરીએ તો કચ્છના દસ પૈકી મોટા ભાગના તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને મુખ્ય શહેરો કોરોનાની ઝપેટમાં છે.

ભુજમાં સ્મશાનગૃહમાં મૃતદેહોની લાઈન હોઈ અહી સેવા આપતા આરએસએસના સ્વયંસેવકો એ અન્ય સહ કાર્યકરોને વિનંતી કરતા સુખપર ગામે આરએસએસના સ્વયંસેવકોએ ૨૪ કલાકમાં ૧૦ કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા હતા.  દરમ્યાન સૌરાષ્ટ્રમાં બહુચર્ચિત એવા કેશવાનંદ કેસનો ચુકાદો આપનાર અને મૂળ ભુજના એવા નિવૃત્ત્। જજ નીલમભાઈ વોરાનું કોરોનાના કારણે દુઃખદ નિધન થયું હતું. તેઓ નિવૃત્ત્િ। બાદ ભુજમાં રહેતા હતા અને કચ્છ જિલ્લા ગ્રાહક ફોરમના પ્રમુખ પણ રહી ચૂકયા હતા.

(10:57 am IST)