સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

કચ્છના ભચાઉ રાપર પંથકમાં કરા સાથે વરસાદ: ખેડૂતોને કોરોના વચ્ચે હવે કમોસમી વરસાદની માર

ભુજ :કચ્છમાં ખેડુતોની કેરીની સિઝન સારી જવાનીઆશા હોય છે, ત્યારે મોટેભાગે વાતાવરણ પલ્ટાય છે અને કમોસમી વરસાદથી ખેડુતોની મહેનત અને આશા પર પાણી ફેરવાઇ જાય છે. કોરોના કાળમાં એક તરફ ખેડુતો સારા બજાર ભાવ અને નફો નથી મેળવી રહ્યા. તે વચ્ચે કચ્છમાં ચાલુ વર્ષે ખેડુતોને ઉનાળુ પાક જવાની આશા હતી. જોકે,  આજે કચ્છના ભચાઉ-રાપર વિસ્તારમા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પહેલા ભચાઉ અને ત્યાર બાદ સામખીયાળીથી લઇ રાપર સુધી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદથી લોકો મુશ્કેલીમા મુકાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો હતો. રાપર અને ભચાઉના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની અસર દેખાઇ હતી. કરા સાથે પડેલા વરસાદથી ખેડુતોને પાકમાં નુકસાન જવાની ભીતી વ્યક્ત કરી છે. વરસાદની ઝાપટ સારી હોતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા.

(10:33 pm IST)