ઢાંકમાં રામ જન્મોત્સવની હર્ષ-ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી
ઢાંક તા ૧૭ : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેઇન બજાર પાસે આવેલ ગજેરા વાડીની બાજુમાં આવેલ રામજી મંદિર (જુનો ચોરો) તેમજ ગ્રામ્ય દેવતા પિપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ રામજી મંદિરે (ખાખીબાપુની જગ્યા) પણ રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
જુના ચોરાના પુજારી જયસુખભાઇ ગોડેશ્વર દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ નિમીતે વિશેષ પુજા-અર્ચના કરી બપોરે ૧૨ ના ટકોરે મંત્રોચાર સાથે શ્રી રામ જન્મોત્સવને હર્ષ-ઉલ્લાસ સાથે વધાવી લીધેલ, તેમજ ખાખીબાપુની જગ્યામાં આવેલ રામજીમંદિરના મહંત રાધેશ્યામબાપુ દ્વારા ભગવાન શ્રી મર્યાદા પુરૂષોતમ શ્રી રામ જન્મોત્સવની ધાર્મિક રીત રસમ સાથે ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ પ્રસાદ (પંજરી) નું વિતરણ કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ શ્રી રામ જન્મ સાથે ધન્યતા અનુભવી હતી (તસ્વીર ભુપતગીરી ગોસ્વામી ઢાંક