સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

આદિત્યાણામા ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજ

ડબલ મર્ડર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બરડા ડુંગરમાં છુપાયેલા આરોપીઓને પકડી પાડયાં

પોરબંદર તા.૧૭: આદિત્યાણામાં નગરપાલિકાની ચૂંટણીના જુના વેરઝેરથી ભાજપના નગરસેવક મેર હાજા ખુંટી અને મિત્ર મેર કાનાની છરી અને પાઇપ વડે હુમલો કરી બન્નેની હત્યાં કરનાર પાંચેય આરોપીઓને પોલીસે પકડી પાડયા બાદ તેઓને ૧૫ દિવસના રિમાન્ડની માગ કરી સાથે પોરબંદર કોર્ટમાં સાંજ સુધીમાં રજુ કરવામાં આવશે.

ડબલ મર્ડર બાદ નાસી ગયેલ પાંચેય આરોપીને બરડા ડુંગરમાંથી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયાં હતાં.

ડબલ મર્ડર કેસમાં આરોપીઓ (૧) વિંજા રામદે મોઢવાડીયા, (૨) હમીર બાલુ મોઢવાડીયા, (૩) કરણ કેસુ ટુકડીયા, (૪) કાના બાલુ ઓડેદરા, (૫) માલદે ગીગા ઓડેદરા. પાંચ શખ્સોની બરડા ડુંગરના પેટાળમાં આવેલ ગોઢાણા ચેક પોસ્ટ પોલીસ ચોકી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર બસીયા પો.સબ.ઇન્સ્પે. ભારાઇ પો.સ.ઇ. ચુડાસમા, પો. હેઙ કોન્સ્ટેબલ જેઠાભાઇ મોઢવાડીયા તથા સમીરભાઇ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓને પકડી રાણાવાવ પોલીસ સ્ટેશન તરફ લઇ જવામાં આવેલ હતા. (૧.૮)

(2:46 pm IST)