સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ચુડાનાં કંથારીયામાં ઘરફોડ ચોરીમાં કાળુ દેવીપુજકનો બનેવી મુદામાલ લઇ ગયાની કબુલાત

વઢવાણ, તા.૧૭: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા રિમાન્ડ ઉપરના આરોપીની પૂછપરછ તથા આ ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિકારીઓ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી...ં

ંલીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.ડી.મહિડા, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા આ ગુન્હામાં પકડવાના બાકી આરોપી તથા મુદ્દામાલ બાબતે સદ્યન તપાસ હાથ ધરવામાં આવતા, આરોપી અને બોટાદ ક્રાઇમ બ્રાંચને પણ આરોપીઓ તથા ઘરફોડ ચોરી અંગે માહિતી આપવામાં આવતા, બોટાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી કાળુભાઇ ખેંગારભાઇ દેવીપુજક ઉવ. રહે. કસવાળી તા. સાયલા જિ. સુરેંદ્રનગરને પણ પકડી પાડવામાં આવેલ હતો. ચુડા પોલીસ દ્વારા બોટાદ ખાતે પાળિયાદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી કાળુભાઇ ખેંગારભાઇ દેવીપુજક ઉવ. રહે. કસવાળી તા. સાયલા જિ. સુરેંદ્રનગરનો ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી, ધરપકડ કરવામાં આવેલ છે...ં

ંપકડાયેલ આરોપી કાળુભાઇ ખેંગારભાઇ દેવીપુજકની ચુડા પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી દ્વારા કંથારીયા ગામે ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરવામાં આવેલ છે. આ ગુન્હાનો મુદામાલ પોતાનો બનેવી કાળુ સુરાભાઇ દેવીપુજક કે જે અમરેલી જિલાના દેવળિયા ગામનો છે તે લઇ ગયેલ છે અને પોતાનાથી જુદો પડી ગયેલ છે. ચુડા પોલીસ દ્વારા આ ગુન્હા સંબંધે વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે...

(1:06 pm IST)