સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

લીંબડીમાં રેતીની લીઝ ધારકને ધમકી : અડધા લાખની માંગણી

વઢવાણ, તા. ૧૭: લીંબડી શહેરના ભરવાડ નેસમાં રહેતા નરેશભાઇ અમરાભાઇ જોગરાણા, લીંબડીના ભોગાવામાં કાયદેસર રેતીની લીઝ ધરાવે છે ત્યારે ભરવાડ નેસમાં શહેતા છેલાભાઇ ભીખાભાઇ ભરવાડ  હરિભાઇભીખાભાઇ ભરવાડ, મયુર .ર્ફે મશેભા, છેલ્લાભાઇ ભરવાડ અને અમિત ઉર્ફે લાલાભાઇ છેલાભાઇ ભરવાડ તેમની રેતીની લીઝના વિસ્તારમાં બળજબરી પૂર્વક ઘુસી ગયા હતાં અને જો ધંધો કરવો હોય તો પ૦,૦૦૦ રૂપિયા આપવા પડશે તેમ કહી નરેશભાઇ જોગરાણાને ધમકાવ્યા હતાં.

આ અંગેની ફરીયાદ લીંબડી પોલીસ મથકમાં નોંધાતા વધુ તપાસ પીએસઆઇ જે.એસ. ડેલા ચલાવી રહ્યા છે.

(1:05 pm IST)