સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

પાટડીનો રાજપરનો રમેશ કોળી બંદુક સાથે ઝડપાયો

વઢવાણ તા.૧૭: જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર  મેઘાણી એસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ. કે.એ.વાળા ના માર્ગદર્શન હેેઠળ એન્ટી માફીયા સ્કવોડના પી.સ.ઇ. વી.આર.જાડેજા તથા પો. હેડ કોન્સ. અસ્લમખાન મલેક તથા પો. હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ  ઝાલા  તથા પો.કોન્સ. મહિપતસિંહ તથા પો.કોન્સ. ભરતસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના પો.કોન્સ.સંજયસિંહ વિ. સ્ટાફના માણસો સાથે બજાણા (માલવણ) પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પો.સ.ઇ. વી.આર.જાડેજા ને મળેલ બાતમી આધારે રમેશભાઇ બનાભાઇ ગોૈરૈયા જાતે ત. કોળી ઉ.વ.૪૦ રહે.રાજપર શકિત માતાજીના મંદીર પાસે તા. પાટડી, જી.સુ.નગર વાળો એક દેશી મઝલ લોડ બંદુક રૂરપ૦૦/-સાથે પકડી ચપાડેલ છે.

(1:05 pm IST)