સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

પોરબંદરમાં જૂની રંગભૂમિના ઇતિહાસની સાક્ષી પુરાવતા કલાત્મક બાંધણીવાળા નાટયગૃહો

જૂની પેઢીના નાટય કલાકારોએ મુંબઇ સુધી નામના મેળવેલઃ નાટય કલાને પુનઃ જીવંત કરવાની જરૂર

પોરબંદર તા. ૧૬ :.. પોરબંદર જીલ્લા અને પોરબંદર શહેર પંચ સંસ્કૃતિ વારસો ધરાવે છે. રાષ્ટ્રીય ભાવનાથી ભરપુર રાષ્ટ્રપિતા સ્વ. પૂ. મોહનદાસ કરમચંદજી ગાંધીથી દેશભકિત સંસ્કૃતીનો વારસો ધરાવે છે. નામી અનામી સ્વતંત્ર સેનાની તથા રાષ્ટ્રભકિતને કલા ચિત્રોથી જીવંત કરનાર ચિત્રકાર સ્વ. ખેર, સ્વ. મેર અગ્રણી માલદેવ રાણા તેમના વારસ સ્વ. કેશવલાલ ઉર્ફે કેશુભાઇ કેશવાલા તેમના શિષ્ય સ્વ. અળશીરાણા તથા તેમના સુપુત્રે વર્તમાન યુવા પ્રૌઢ ચિત્રકારોએ કલા જગતને જીવંત રાખેલ છે.

નાટય કલા ક્ષેત્રે ડો. ફાટબામણા (બીડી.એસ) સ્વ. ડો. જયંતિલાલ દોશી, સ્વ. નંદલાલ જાની ફોટોગ્રાફર - ચિત્રકાર તેમજ કોમેડી યન સ્વ. રતીલાલ મારફતીયા, સ્વ. શાહ હરિભાઇ લક્ષ્મીદાસ બાબુ ઉર્ફે હરિ બાબુ વિગેરે શ્રીજી નાટયક કલા મંડળ સ્થાપી નાટય સંસ્કૃતિને જીવંત રાખેલ. એ સમયે મોરબીની આસારામની નાટય સંસ્થા, પાલીતાણાના સ્વ. હરીભાઇની નાટય સંસ્થા આવી અઅનેક નાટય સંસ્થા ડાન્સીંગ પાર્ટીઓને જીવંત રાખેલ છે.

વિદ્યાક્ષેત્રે પણ પોરબંદર અગ્રીમ સ્થાને રહેલ એવા શિક્ષણ પ્રેમી રાજવીઓ, ૧રપ વર્ષ પહેલાં કન્યા કેળવણી ક્ષેત્રે પોરબંદરના સ્વ. રાજવી ભાવસિંહજી રાણા નામ મોખરે તેમજ ઉદ્યોગપતિ સ્વ. નાનજીભાઇ કાલીદાસ મહેતાના નામ અગ્રીમ સ્થાને શીરમોર, કન્યા કેળવણી ક્ષેત્રે તળપદ કન્યા શાળા હોરીચકલામાં પછાત વર્ગની કન્યાને શિક્ષણ - અક્ષર અહેવાલથી મળે તે માટે સ્વ. શેઠજી નાનજી કાલીદાસ કન્યા શાળા ટૂંકુ નામ સરકારી રેકર્ડ પર મુજબ ના. કા. કન્યા શાળા, સાહિત્ય ક્ષેત્રે સ્વ. રતીલાલ છાયા, કવિશ્રી પિયુષ, સ્વ. દામોદર ભટ્ટ યાને કવિ સુંધાશું, સ્વ. દેવજીભાઇ રા. મોઢા ધાર્મિક ક્ષેત્રે સ્વ. પ્રેમલાલ ગો  રહ્યા. સંગીત ક્ષેત્રે એશીયાભરમાં શ્રેષ્ઠ હારમોનિયા વાદક  તરીકે ખ્યાતિ પામેલ. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના ધમાચાર્યો નિ.ગો. ૧૦૮ શ્રી ઘનશ્યામ લાલજી, તેઓ શ્રી પુત્ર નિ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી વર્તમાન પોરબંદર ઉપલેટા-સ્થિત પૂ. પા. ૧૦૮ શ્રી રસીકલાલ બાવા ઉર્ફ કાકાજી જયારે મૃદંગ વાદક તરીકે કલા પાથરનાર પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના પૂ. પા. ૧૦૮ નિ. ગો. ગોવિંદરાયજી મહારાજ તથા કલાકારોને સન્માનીત સ્થાન આપનાર સમય આંતરે પોરબંદર આંગણે કલાકારો બોલાવી સન્માનીત કરનાર પૂ. પા. નિ. ગો. ૧૦૮ શ્રી માધવરાયજી ને કેમ ભૂલી શકીય. ભાગ્યે જ જાણકારી હશે. જેમની ચિત્ર-મદ્રાસ-ચંદ્રલેખા નિશાન પીકચરથી ખ્યાતિ મેળવનાર સ્વ. કલાકાર રંજનને કેમ ભૂલી શકાય.

સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવાને  શ્રેષ્ઠ વાયોલીન વાદક તરીકે તેમની કલા સંસ્કૃતિના દર્શન કરાવેલ. તેઓ શ્રીની કલા સંસ્કૃતિ બી.બી.સી. રેડીયો જાળવેલ છે. સમયાંતરે સ્વ.રાણા નટવરસિંહજી રાણાની વાયોલીન રેકોર્ડ પ્રસારીત કરાય છે. સંગીત પ્રેમને અનેરો આનંદ આવે છે ને સાથે પોરબંદર સંગીત સંસ્કૃતિનું ગોૈરવ અનુભવે છે. બી.બી.સી. ઇલેકટ્રોનિક .. ચેનલ પર આ રેકોડીંગ પ્રસારીત થતું તેમ જાણકારો કહે છે. વિદેશમાં માનભેર સંગીત સ્થાન વાયોલીન વાદક સ્વ.રાણા નટવરસિંહજી આજે પણ હયાતન હોવા છતાં ભારતને આપેલ છતાં પ્રવીન રાખેલ છે.

ઉલ્લેખનીય છે કે,  સ્વ. રાણા નટવરસિંહજી જેઠવાના શુભ લગ્નપ્રસંગે ખાસ નિમંત્રીત કરવામાં આવેલ ભારતના શરણાઇવાદક ઉસ્તાદ બિસ્મીલાહખાં ને નિમંત્રીત કરાયેલ. પોરબંદરના આજના મંંગળગેસ્ટ પૂર્વે મુળનામ નટવર પેલેસ ત્યારબાદ પીકચર પેલેસ થી જાણીતું સીનેમા ગૃહ જેની બાંધણી નાટયગૃહની રહેલ. અનેક નાટય કંપનીઓએ આ નટવરપેલેસ- અને પીકચર પેલેસ થીએટરમાં નાટક ભજવેલ. સ્વ. પૃથ્વીરાજ કપુરે આ થીએટરમાં નાટક ભજવેલ. જાણીતી ફિલ્મસ્ટાર ડાન્સ. સ્વ. શબનમે પણ પોતાના પ્રોગ્રામ આપેલ. આધુનિક સુવિધાસજ્જ આ થીએટર ગણાતુ઼ તે પહેલા કેદારેશ્વર મંદિરની ઉતરે સટ્ટાબજાર ચોકમાં આવેલ પુષ્ટિ સંપ્રદાયની સાત સ્વરૂપની હવેલીમાં નાટકમંડળી પોતાના પ્રોગ્રામ આપતી સાતસ્વરૂપની હવેલીની બાંધણી યાને બાંધકામ નાટયગૃહને મળતુ દરવાજા સહિતનું છે.

એમ.જી. રોડ પર વર્તમાન ડ્રીમલેન્ડ સિનેમા તે પૂર્વે મહેન્દ્ર ટોકીઝ તે પૂર્વે નાટયગૃહ શ્રીનાથજી નાટકશાળા  હતી. તે ખાસ નાટયગૃહ જ હતું બાંધણી સ્ટેજ નાટયગૃહ અનુરૂપ સ્ટેજ સહિત હતા તે પરિવર્તન કરી મુળ સ્થિતિમાં યથાવત રાખી મહેન્દ્રટોકીઝ સીનેમાગૃહ કાર્યરત કરાયેલ. શ્રીનાથજી થીએટરમાં ભજવાયેલ નાટકો યાદગાર રહ્યા. સ્વ. રાણી પ્રેમલતા તેમના પતિ ઇરાની આ નાટયગૃહમાં પ્રયોગ કરી ગયેલ છે.

શહેર પાસે જે તે સમયની વસ્તીના પ્રમાણમાં ટાઉન હોલ, નાટયગૃહો, તેમજ વર્તમાન પૂર્વકાળ અને ૧૯૬૦-૬૧ ના દશકામાં સ્વ. ડો. બી. ડી. ઝાલાના પ્રમુખપદ હેઠળના નગરપાલીકાના શાસન કાળ દરમ્યાન સરકારી ભાવસિંહજી હાઇસ્કુલ શિક્ષણ અને સંસ્કૃતિ કલાપ્રેમી હિમાયતી શિક્ષક સ્વ. રતીલાલ કાશીરામ છાયા યાને આર. કે. છાયાં, યાને કવિ શ્રી પિયુષ બંગાલી કવી રાષ્ટ્રપ્રેમી કવિ સ્વ. શ્રી રવિન્દ્રનાથ રાંગોર ભારત (હિન્દુસ્તાન ના) રાષ્ટ્રગીત પ્રણેતા રચીતાની સ્મૃતિમાં કલા સંસ્કૃતિધામ - રંગમંચ  ઓપન એરથીએટર ભારતીય બેઠક ધરાવતું રાષ્ટ્રીય આયોજન કરાયેલ તે માટે સ્વ. આર. કે. છાયાંએ પોરબંદર નગરપાલિકામાં ડો. બી. ડી. ઝાલાના શાસન કાળ દરમ્યાન બિન રાજકીય રીતે જહેમત ઉઠાવી પોતાના અંતર આત્માના અવાજને ઓળખી હાલના કમલાબાગ યાને ત્રેવડા બાગમાં ઓપન એર રવિન્દ્ર રંગમંચ સાકાર પાલીકા પાસે કરાવેલ. જે વર્તમાન સ્થિતિએ સંસ્કૃતિનો વારસો જાળવી આ રંગમંચ વિવિધ  રાષ્ટ્રીય તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન અવારનવાર થતું રહે છે. જે પોરબંદર નગરપાલીકા હસ્તક રહેલ છે. હાલ આગળના ભાગે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ યાને એમ. ઇ. એમ. બનતા રવિન્દ્ર રંગમંચ ઢંકાય ગયેલ છે. તેમનું મુખ્ય પ્રવેશદ્વાર એમ.ઇ.એમ. સ્કુલનાં કમ્પાઉન્ડમાં જ આવેલ છે. રવિન્દ્ર રંગમંચ પણ કલાપ્રેમીઓમાં જાણીતું છે.

ધારાસભ્ય બાબુભાઇ  બોખીરયા સમક્ષ રજૂઆત થઇ તેઓશ્રીએ સકારાત્મકતા દર્શાવી હતી. નદી યાને ખાડીમાં હરવા ફરવાના સ્થળ રીવર ફ્રન્ટના વિકાસની કામગીરી ચાલે છે જે પુર્ણ થયે પોરબંદરની તાતી સાંસ્કૃતિ જરૂરીયાત પર ધ્યાન આપશે. અને દરખાસ્ત તૈયાર કરી સરકારને તાતી સાંસ્કૃતિ જરૂરીયાત પર ધ્યાન આપશે. અને દરખાસ્ત તૈયાર કરી સરકારને મોકલશે. તેમ જણાવેલ હતું. રીવર ફન્ટની કામગીરીનો આરંભ થયેલ છે. ધમધોકાર કામગીરી ચાલે છે.

(1:05 pm IST)