પોરબંદરના મુખ્ય રસ્તાઓ ઉપર જોખમી ખૂલ્લી ગટરોઃ વારંવાર ફસાતા વાહનો
પોરબંદર તા.૧૭ : ગુજરાત જનતા પંચાયત પાર્ર્ટીના દિનેશભાઇ માંડવીયાએ પાલીકા ચીફ ઓફિસરને રજુઆતમાં મુખ્ય માર્ગમાં જોખમી ખુલ્લી ગટરો બંધ કરાવવા જણાવ્યું છે. શહેરમાં મુખ્ય રસ્તાઓમાં ખુલ્લી ગટરો ખુબજ જોખમી સાબીત થઇ રહી છે. ખુલ્લી ગટરો ને લીધે અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે અને માનવ હીત જોખમાય છે. શહેરમાં વાડીયારોડ, ડી.સી.પી. ઓફીસ પાસે નગરપાલીકાનની પોતાની જ કોલોનીમાં આ સમસ્યા છે અને વારંવાર નાના મોટા વાહનો આ ગટરમાં ઘુસી જાય છે. તેમજ ઘણા વાહન ચાલકોને આ ગટરને લીધેેઇજા પણ થાય છે. છતાં આપનું તંંત્ર જાગતુ નથી, તેમજ આ વિસ્તારમાં રસ્તાઓની હાલત પણ લાંબા સમયથી બત્ત રથી બત્તાર છે, ખુલ્લી ગટરોને લીધેબીમારી ફેલાવાનો પણ ભય રહે છે, ગટરની સફાઇ પણ થતી નથી તેમ રજુઆતમાં જણાવેલ છે.