સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ધોરાજી તાલુકામાં ૧૨૦૫ કરોડના રસ્તાના કામોને અપાઇ મંજુરી

ધારા સભ્ય લલીત વસોયાની સફળ રજુઆતની ફલશ્રુતિ

કુલ ધોરાજી તાલુકાના ગામો માં રોડ રસ્તા માટે, પુલ માટે ધારાસભ્ય લલીતભાઇ વસોયાના પ્રયત્નો થી ૧૨.૧૫ કરોડના કામો મંજુર થતાં ધોરાજી તાલુકા ગ્રામ્ય વિસ્તારનાં નાગરીકોએ ધારસભ્યની કામગીરી  ને સહર્ષ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીર કિશોરભાઇ રાઠોડ)

ધોરાજી તા. ૧૭ : ધોરાજી તાલુકાના વિવિધ ગામોમાં રોડ રસ્તા અને પુલની કામગીરીના પ્રશ્નો ઘણા સમયથી પડતર હતા અને લોકમાગણી અન્વયે ધોરાજીના  ધારાસભ્ય લલીતભાઇ વસોયાની સરકારમાં રજુઆતના અંતે વર્ષ૨૦૧૭-૧૮ ના ૧૨.૧૫ કરોડના કામોને સરકારમાંથી મંજુરી મળતા ધોરાજી તાલુકાના ગ્રામજનોએ ધારાસભ્યના પ્રયત્નોને આવકાર્યા હતા.

મંજુર થયેલા કામોમાં નાની મારડ અને ભાડેર ગામ વચ્ચેઙ્ગરોડના ૩.૫૦ કરોડઙ્ગભાડેર-વેલારીયા ચીચોડ રોડ કામના ૭૦ લાખ, નાની વાવડી થી મોટી વાવડી ગામ વચ્ચે રોડના ૨૦ લાખ, તોરણીયા અને ચોકી ગામ વચ્ચે શુલઝર નદી પર પુલ બનાવવા માટે ૧.૨૫ કરોડ, ઉમરકોટમાં વેગડી રોડ પર સી.સી. રોડ બનાવવા ૪૦ લાખ, નાગલપડા ગામમાં સી.સી. રોડ માટે ૪૦ લાખ, નાની-મારડ કલાણા અને ખડીયા માર્ગ ને જોડતા રસ્તા માટે ૪.૫૦ કરોડ, નાની-પરવડી-સાંકળી ગામને જોડતા રસ્તા માટે ૨૫ લાખ, જમનાવડ ગામ. મજેવડી રોડ તરફ ૩૦ લાખના ખર્ચે સી.સી. રોડ તેમજ વેગડી અને ઉમરકોટ ગામ વચ્ચેપુલ માટે ૭૫ લાખ મંજુર થયા.

(11:40 am IST)