સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ભાયાવદર સહકારી મંડળીના સભ્યના પરિવારને અકસ્માત સહાય અર્પણ

ભાયાવદર તા. ૧૭:  રાજકોટ જીલ્લા સહકારી બેંક દ્વારા સમગ્ર જીલ્લાના ધીરાણ લેતા ખેડુતો માટે રૂ.દશલાખ ની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે જેનું પ્રીમીયમ બેંક તરફથી ભરવામાં આવે છે.

જે અંતર્ગત સહકારી મંડળીના સભાસદ સ્વઃ જમનભાઇ ભગવાનજીભાઇ નારનું અકસ્માતે અવસાન થતા ૫,૦૦,૦૦૦ નો કલેઇમ બેંક મારફતથી મંજુર થઇને મળેલ હતો. જેનો ચેક વિમેદારના વારસદાર પત્ની કોજેટ બેન જમનભાઇ નારને જીલ્લા બેંકના ડીરેકટર નરશીભાઇ મુંગલપરા, મંડળીના પ્રમુખ કાંતિભાઇ ચાંગેલા,  જીલ્લા બેંક ભાયાવદર શાખાના બ્રાંન્ચ મેનેજર, કમીટી  સભ્યો, મંત્રીશ્રી તથા સ્ટાફની હાજરીમાં અર્પણ કર્યો હતો.

(11:36 am IST)