સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ઉનાઃ વ્યાજખોરો સામે પગલા લેવા લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર.

ઉના, તા. ૧૭ :. ગીરગઢડા લોહાણા મહાજન દ્વારા ગોંડલ ગામે વ્યાજખોરના ત્રાસથી લોહાણા વેપારીએ આત્મહત્યા કરી લેતા વ્યાજખોર સામે પગલા લેવા આવેદનપત્ર પાઠવ્યુ છે.

લોહાણા વેપારી હિતેષભાઈએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી આત્મહત્યા કરી લેતા આ બનાવની ગીરગઢડા લોહાણા મહાજને વખોડી કાઢી ગીરગઢડા લોહાણા મહાજનના પ્રમુખ અનિલભાઈ વીઠલાણી, હોદેદારો તથા લોહાણા મહાજનના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધી લખેલ આવેદનપત્ર મામલતદાર કચેરીએ જઈ આવા વ્યાજખોરના ત્રાસ સામે પગલા ભરવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે વ્યાજખોરની ધરપકડ કરવા અને કાયદાનું ભાન કરાવવા રઘુવંશી સમાજે માંગણી કરી હતી.

(11:35 am IST)