હળવદ બ્રહ્મસમાજ દ્વારા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇનું બહુમાન
હળવદ તા.૧૭: વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું હળવદ બ્રહ્મસમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષે જણાવ્યુ હતુ કે બ્રહ્મસમાજએ દરેક સમાજને સાથે લઇ ચાલનારો અને સમાજનું હીત જોનાર સમાજ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં બ્રહ્મસમાજનું જે યોગદાન અને પ્રદાન છે એનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાએ જણાવેલ કે હળવદનાં બ્રાહ્મણોએ સમગ્ર વિશ્વ કક્ષાએ આગવી ઓળખ ઉભી કરી છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનાં સન્માન સમારંભ સાથે સાથે હળવદ બ્રહ્મસમાજનાં વિવિધ વ્યકિતઓને વિવિધ ક્ષેત્રોમાં અનોખી સિધ્ધી પ્રાપત કરી છે એવી રપ જેટલી વ્યકિતઓનાં સન્માન પણ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનાં હસ્તે કરવામાં આવ્યા હતા ઉપરાંત વિવિધ અગ્રણીઓ દ્વારા હળવદ બ્રહ્મસમાજનાં પ્રમુખ વિજયભાઇ જાનીનું પણ ખાસ આ તકે સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં બિપીનભાઇ દવે, દીપકભાઇ જોષી, ઝવેરલાલ મહેતા, હીનાબેન રાવલ, રક્ષાબેન મહેતા, હેમલબેન દવે વિગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિક્રમભાઇ આચાર્ય, જીજ્ઞાસુભાઇ પંચોલી, રજનીભાઇ દવે, જીગર મહેતા, વિજયભાઇ ઠાકર, નવલભાઇ શુકલ, ધર્મેન્દ્ર રાવલ, જશવંતરાય મહેતા, જીતેન્દ્ર જાની, મિહીર રાવલ, નિકુંજ દેરાશ્રી, કાર્તિક જોષી, નરેશ રાવલ, કમલેશ દવે વિગેરે બ્રહ્મસમાજનાં આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.