સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષામાં ચોરી કર્યાની કબુલાત

સીસીટીવી ફુટેજ સહિતના રીપોર્ટ ગાંધીનગર મોકલાયા ત્યાથી સજાની જાહેરાત કરાશે

વઢવાણ તા.૧૭: શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષા લંબાઇ હતી આ પરિક્ષા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાનાં કેન્દ્રો પર ગોઠવાયેલા સીસીટીવીમાં ૨૦ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું આથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વિદ્યાર્થીઓનું હિયરીંગ યોજવામાં આવ્યુ હતું. જેમાં ધો. ૧૦ના ૧૦, ધો. ૧૨ના ૧૦ વિદ્યાર્થી તેમના વાલીઓ સાથે સ્થળ સંચાલક અને સુપર વાઇઝરનેપણ બોલાવાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના રઘુભા ઝાલા, વિનોદ વાલેશ, ડીએમ પરમાર, મામલતદાર વી.ડી. રથવી સહિતના ઓની હાજરીમાં એક બાદ એક વિદ્યાર્થીઓને મોટા સ્ક્રીનમાં તેમના દ્વારા તીસરી આંખ માં કેદ થયેલ ગેરરીતી દર્શાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતે ગેરરીતી કરતા હોવાનું સ્વીકાર કર્યો હતો.

આ તમામ વિદ્યાર્થીઓની સહી સાથેના રીપોર્ટ ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે. જયા આ વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવવામાં આવશે.

પરિક્ષા બાદ ડીવીડીમાં ચકાસણીમાં ગેરરીતી ધ્યાને આવી. જિલ્લા શિક્ષણાધિકારી.

બોર્ડની પરિક્ષા બાદ સીસીટીવીની ડીવીડીની ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ચકાસણીમાં ગેરરીતી કરતા ધ્યાને આવ્યા હતા. આથી તમામને હિયરીંગ માટે બલાવાયા હતા.

વિદ્યાર્થીઓને એક વર્ષથી લઇ ત્રણ વર્ષ સુધી પરિક્ષા ન દેવાની સજા થઇ શકે.

ગાંધીનગર ખાતે પરિક્ષા સમિતિ સમક્ષ હિયરીંગ બાદ વિદ્યાર્થીઓને સજા ફરમાવવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓને એક વર્ષથી લઇ ત્રણ વર્ષ સુધી બોર્ડની પરિક્ષા ન દેવા સુધીની સજા થઇ શકે છે.

(11:20 am IST)