સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

કલ્યાણકારી યોજનાઓ થકી વ્યકિતના જીવનમાં બદલાવ લાવવા પ્રયાસઃ જયેશભાઇ રાદડિયા

જુનાગઢના નવી ધારી ગુંદાળીમાં ગ્રામસ્વરાજ અભિયાનનો પ્રારંભ

જૂનાગઢ તા. ૧૭ : ભારત સરકાર દ્વારા તા. ૧૪ એપ્રિલથી તા.૫મી મે સુધી સામાજીક સંવાદિતા તથા અંતરિયાળ વિસ્તારના ગરીબ લાભાર્થીઓ સુધી કેન્દ્ર સરકાર તથા રાજયસરકારની યોજનાઓની જાણકારી તથા તેના લાભો અંતરિયાળ વિસ્તારના લોકોને મળે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના નવીધારીગુંદાળી ગામેથી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ દિપપ્રાગટ્યથી કરાવ્યો હતો.

મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્યુ હતુ કે રાજયનાં વિકાસમાં સમરસ સમાજનો અનેરો ફાળો છે. ગુજરાતનાં પનોતાપુત્ર સરદાર પટેલ અને સર ગાયકવાડ રાજયની કેળવણી હાંસલ કરનાર ડો. બાબાસાહેબનાં જીવનમુલ્યોને ગ્રામસ્વરાજ અભિયાન થકી છેવાડાનાં અંત્યોદય પરિવારનાં જીવનમાં આર્થિક અને સામાજીક ઉન્નતિનાં અજવાસ રેલાવીને આત્મસાત કરીએ,  તા.૧૪ એપ્રિલને સામાજીક ન્યાય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમીતે સામાજીક ન્યાય અધિકારીતા દિવસ તરીકેની ઉજવણી પણ થઇ રહી છે.  બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેની ગામે ગામ હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયુ હતુ. તા. ૧૮ એપ્રિલના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાશે. તા.૨૦ એપ્રિલના રોજ ઉજ્જવલા દિવસ તરીકે ઉજવણી કરાશે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાના નવા કનેકશનનું વિતરણ કરાશે. તા. ૨૪ એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસની ઉજવણી કરાશે જે અંતર્ગત દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન, વિવિધ યોજનાઓની જાણકારી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જબલપુરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. તા.૨૮ એપ્રિલના ગ્રામશકિત અભિયાન યોજાશે જેમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ઘરે-ઘરે વીજળીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસને વિજળીકરણ તથા એલ.ઈ.ડી. બલ્બનું વિતરણ કરાશે. તા.૩૦ એપ્રિલના રોજ આયુષ્યમાન ભારત દિવસ ઉજવાશે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી તથા આરોગ્યની કામગીરી કરાશે. તા.બીજી મે ના રોજ કિશાન કલ્યાણ દિવસ તરીકે ઉજવાશે તેમાં ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય તે અંગેની કાર્યશાળા યોજાશે. પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાશે તેમજ તા. પ મી મેના રોજ આજીવીકા દિવસ તરીકે ઉજવણી કરાશેઙ્ગ ત્યારે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી વ્યકિતના જીવનમાં બદલાવ લાવવા નિમિત્ત્। બને છે ત્યારે છેવાડાનાં પછાત અને જરુરીયાતમંદ વ્યકિત યોજનાઓના લાભોથી વંચીત ના રહે તે જોવાની સૈાની સહિયારી જવાબદારી છે.

નવી ધારી ગુંદાળી ગામે ગ્રામસ્વરાજ અભિયાનનાં ઉત્સવ પર્વે મંત્રીશ્રીએ ચૈાહાણ ડાયાભાઇ દાનાભાઇ, રાઠોડ રવજીભાઇ ચનાભાઇ અને રાઠોડ લીલાબેન જયંતીભાઇનાં પરિવારને રૂ. ૫૦૦૦ની સહાયના ચેકો અર્પણ કર્યા હતા. બાબા સાહેબની ૧૨૭મી જન્મ જયંતી પર્વે મંત્રીશ્રીએ સૈાને શુભકામના પાઠવી બાબા સાહેબના ચીંધેલા રાહપર આગળ વધવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીએ ઉપસ્થિતોને આવકારતા જણાવ્યુ હતુ કે સમાજોત્થાનનાં સહારનિય કાર્યમાં ડો. બાબા સાહેબનાં જીવનમુલ્યોને સાર્થક કરવા તેમના શિક્ષીત અને દિક્ષીત જીવનપાથેયને અનુસરી સમરસ સમાજનું નિર્માણ કરીએ એજ સાચી શ્રધ્ધાસુમન લેખાશે.

આ પ્રસંગે સૈા મહાનુભાવો અને ગ્રામ આગેવાનોએ બાબા સાહબની તસ્વીરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સંકલીત બાળ વિકાસ યોજના અંતર્ગત નવીધારી ગુંદાળી ગામની આંગણવાડીમાં એક બાળકી હિના બધા માથાસુરીયા કે જેમની ઉમર ૩ વર્ષ સાત માસની છે તે પોષણમાં નબળી જણાંતા તેમને મંત્રીશ્રીએ ત્રાજવે તોળી તેમની જરુરીયાતો મુજબ થેરાપીક ફુડ અને ચીકીનાં પેકેટ અર્પણ કર્યા હતા.

સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી કલ્પેશભાઇ ચાવડાએ બાબા સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતા વિચારો રજુ કર્યા હતા. આ પ્રસંગે અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ પટોળીયા, ગાંડુભાઇ કથીરીયા, લાલજીભાઇ આઠુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચૈાધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવીબેન બારીયા, પ્રાંત અધીકારીશ્રી વાળા, સમાજકલ્યાણ અધિકારીશ્રી મિશ્રા, પ્રાથમિક શાળાનાં  આચાર્યશ્રી સુશ્રી ઉમરાણીયા મીનાક્ષીબેન, શિક્ષકશ્રી વેકરીયા, સહિત ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે મામલતદારશ્રી સોલંકીએ સૌને આવકારતા કાર્યક્રમનો હાર્દ રજુ કર્યો હતો.(૨૧.૩)

(10:05 am IST)