સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

સોશ્યલ મીડીયામાં ભગવાન વિરૂદ્ધની કોમેન્ટના વિરોધમાં

બ્રાહ્મણોનો ઉગ્ર વિરોધઃ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

 દ્વારકા, તા. ૧૭ : દ્વારકામાં બે'ક દિવસ પહેલા આર્કોલોજી કચેરીના સુપરવાઇઝર દ્વારા ફેસબુકમાં હિન્દુ મંદિરો-ભગવાન અને બ્રાહ્મણો વિરૂદ્ધની અપમાનજનક પોસ્ટ મૂકાયાના વિરોધમાં દ્વારકાના બ્રહ્મસમાજે ઉરગ વિરોધ વ્યકત કરતા રેલી કાઢી દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાના આર્કોલોજી વિભાગના સુપરવાઇઝર શાહએ ગત તા. ૧૪મીના રોજ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ નાખેલ જેમાં ભગવાન મરી ચૂકયા છે અને મંદિરોમાં ભગવાનની લાશ પડી હોવાનો અને મંદિરોમાં પુરોહિતોની બાજાર લાગી છે એ મતલબની તસ્વીર વાઇરલ થતાં ભારે વિવાદ થયો છે.  દ્વારકાના બ્રહ્મસમાજ દ્વારા આ સરકારી અધિકારીની પોસ્ટ વિરૂદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શાહ હાય હાય ના નારા સાથે લગભગ દોઢસોથી બસ્સો જેટલા બ્રહ્મસમાજના લોકોએ દ્વારકા પ્રાંત અધિકારીમાં આવેદનપત્ર પાઠવી અધિકારી વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા તેમજ અધિકારીને ડીસમીસ કરવાની ઉગ્ર માંગ સાથે રજૂઆત કરી હતી. (૮.૭)

(10:05 am IST)