સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

ગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વધુ છની ધરપકડ :કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

વન વિભાગના એસીએફ બી,કે ,ખટાણા દ્વારા આકરી કાર્યવાહી :આગાઉ ઝડપાયેલા બે આરોપીની પૂછપરછ વધુ નામ ખુલતા ઝડપી લેવાયા

રાજકોટ :ગીરના જંગલમાં મારણ નાખીને સિંહ પાસે શિકાર કરાવતા વિડિઓ કલીપ વાયરલ થતા  ગીરના જંગલમાં ગેર કાયદે સિંહ દર્શન મામલે વન વિભાગ આકરા પાણીએ થઈને આરોપીના સગડ મેળવી કાયદાનું ભાન કરાવાઈ રહી છે ત્યારે આગાઉ ઝડપી લેવાયેલ બે આરોપીની પુછપરછ્માં  વધુ શખ્શોની સંડોવણી ખુલતા વન વિભાગે વધુ શખ્શોની ધરપકડ કરી છે આરોપીઓને કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

   વન વિભાગના એસીએફ બી,કે ,ખટાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા  આકરી કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં આરએફઓ એસ,ડી,ટીલાના,ભગીરથસિંહ ઝાલા,આરએફઓ એન,, મિયાત્રા સહિતના વન વિભાગ દટિમ દ્વારા કાર્યવાહી થઇ રહી છે
  ગેરકાયદે સિંહ દર્શન   મામલે  અબ્દુલ રહેમાન ઉર્ફે હામિલ હબીબભાઇ ( ,,29 રહે જૂનાગઢ ), (અબ્બાસ જરીવાલા ,, 37 રહે ,જૂનાગઢ ),વસીમખાન ઈક્બાલખાન ઉર્ફે જાદુગર (,,28 રહે જૂનાગઢ ) આશિષ શશીકાંત ચૌહાણ ( ,, 41 રહે ઇગલ માર્બલ જૂનાગઢ ) આસિફ અલ્લારખાં શેખ ઉર્ફે લાયન (,, 32 રહે જૂનાગઢ ) આસીથ ઉર્ફે પપ્પુ મોહમ્મદભાઈ ,, 20 ગામ કરિયા ) મળીને કુલ આઠ આરોપીને દબોચી લેવાયાછે 

(9:55 pm IST)