ભાવનગરમાં સામાન્ય બાબતમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દીધીઃ બંન્ને સારવારમાં
ભાવનગરઃ ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દેતા બંન્નેને સારવારમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
સામાન્ય બોલાચાલી દરમિયાન 2 યુવાનો સામ સામે આવી ગયા હતા. પહેલો બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ ધીમે ધીમે મામલો ગરમાતા બંને આમને સામને આવી ગયા હતા. અને એક બીજા સાથે હાથ ચાલાકી પર ઉતરી આવ્યા હતા. જેમાં મામલો વધુ ગરમાયો હતો. જેથી બંને યુવાનોએ સામ સામે છરીના ઘા ઝીંક્યા હતા.
બંને એક બીજાને છરીના ઘા મારતા એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તે ગંભીર યુવાન સહિત બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે એકની હાલત વધુ ગંભીર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાવમાં આવ્યું છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના ભાવનગરના વૈશાલી ટોકિઝ પાસે બની હતી. અને આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીની સમગ્ર ઘટના આગળની તપાસ હાથ ધરી છે.