સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th March 2020

'' આણંદપુર દર્શન '' પુસ્તક વિમોચન

વઢવાણઃ તા.૧૭, ચોટીલા તાલુકાનાં આણંદપુર ગામે આણંદપુરના જ વતની દ.  દિલીપભાઈ ખાચરશ્રીના હસ્તે લખાયેલ આણંદપુર દર્શન નામના પુસ્તકનું  વિમોચન પુ.મહંત મહારાજશ્રી વલકુબાપુ (દાનેવધામ ચલાલા) ની નિશ્રામાં રાજકિય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, લેખકો, ઇતિહાસકારો, સરકારી અધિકારીઓ, મહેમાનો અને ગ્રામજનોની હાજરીમાં ઉજવવામાં આવ્યો.

ઉપસ્થિત મહેમાનો

(૧) ડો.જયોત્સનાબહેન વલકુબાપુ (પ્રિન્સીપાલ લો કોલેજ અમરેલી )

(૨) શ્રીમાન વિમલભાઇ ઉપાધ્યાય

(ઉપાધ્યક્ષશ્રી બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તેમજ ગંગારક્ષા સેવા સમિતિ કુંભમેલા કન્વીનર )

(૩) પ્રો. અમિતભાઇ રાવલ  (ઇન્ડિયન ક્રાઇમ બ્યુરો)

(૪)   જયભાઇ શાહ  ( કન્વીનરશ્રી ગુજરાત પ્રદેશ યુવા ભાજપ )

(૫)  એ.ડી.મોગલ  (નિવૃત્ત્। પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ સેસન્સ જજ)

(૬) ડો.ગીતાબહેન ગીડા (પ્રોગ્રામ એકજયુકટિવ ગેઝેટડ ઓફિસર આકાશવાણી રાજકોટ )

(૭) શિવરાજભાઇ ધાધલ   (ડી.વાય.એસ.પી.-સી.આઇ.ડી રાજકોટ )

(૮) ડો.પ્રદ્યુમનભાઇ ખાચર (ઇતિહાસકાર અને કટાર લેખક જુનાગઢ)

(૯) દ. રામકુભાઇ ખાચર   (ઇતિહાસવિદ)

 તેમજ બહોળી સંખ્યામાં મહેમાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી

 આ કાર્યક્રમમાં પુ.મુળુબાપુ આણંદપુરનાં એક ઐતિહાસિક ઘટનાં સંદર્ભે ક્ષત્રિય માધાણી ઝાલા સમાજ ટ્રસ્ટ વઢવાણ/ચૂડા ભાયાત    દેવેન્દ્રસિહજી રાણા (ઉપપ્રમુખ), ઇન્દ્રિજિતસિહજી રાણા (સંગઠન મંત્રી), કે.બી.રાણા (મંત્રી ), શ્રી બ્રિજરાજસિહજી રાણા (સહમંત્રી) ઉપસ્થિત રહી ખુબજ આનંદની લાગણી વ્યકત કરી હતી.

 લેખકશ્રી દિલીપભાઈ ખાચર   તેમની જન્મ ભોમકાનાં રુણ ચૂકવવાની ઇચ્છાએ આ પુસ્તક લખી એક ઐતિહાસિક નજરાણું ગ્રામજનનોને ભેટ ધરી આનંદની લાગણી અનુભવી. તેમના મોટાભાઇ ભરતભાઇ ખાચર આ પુસ્તકનાં પ્રેરક રહ્યાં હતાં .

  તમામ પધારેલ મહેમાનોના વકતવ્ય અને પુ.વલકુબાપુનાં શુભ આશિર્વચન સાથે આ કાર્યક્રમને પૂણઁ કરવામાં આવેલ. છેલ્લે સંજયભાઈ પંડ્યા જુનાગઢ દ્વારા  આ કાર્યક્રમના સહયોગીઓ અને ગ્રામજનોને શિલ્ડ અર્પણ કર્યા હતા.

(3:51 pm IST)