સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th March 2018

વનવિભાગની કાબીલેદાદ કામગીરી...

ગીરના જંગલમાં ઉનાળા દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણિયો માટે વનવિભાગ દ્વારા 100 સ્થળો પર પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ

જુનાગઢ :  ધોમધખતો ઉનાળો શરૂ થઈ રહ્યો હોય, જૂનાગઢને અડીને આવેલ ગિરના જંગલમાં વરસાદી પાણીના સ્રોત ખૂટી જતાં વનવિભાગ દ્વારા વન્યપ્રાણિયો માટે 100 સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉનાળામાં માણસ પીવાના પાણીની કોઈ પણ રીતે વ્યવસ્થા કરી શકે છે, પણ જંગલમાં વસતા વન્યપ્રાણીઓની હાલત ખૂબ જ દયાજનક બની જતી હોય છે.

અહીં જંગલમાં 50થી વધુ સિંહ ઉપરાંત દીપડા અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ વસવાટ કરે છે. જેને ઉનાળામાં પાણીની શોધમાં માનવવસ્તીમાં જવું ન પડે તે માટે જંગલ ખાત દ્વારા જ જંગલમાં 100 સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પાણીની કુંડીઓ ભરીને, તેમ જ ટેન્કર દ્વારા અને પવનચક્કી વડે દિવસમાં બે વખત પાણી ભરવામાં આવી રહ્યું છે. આગમી ચોમાસા સુધી જંગલમાં વસવાટ કરતાં પ્રાણીઓ માટે આ વ્યવસ્થા મહત્વની પુરવાર થશે.

(7:43 pm IST)