સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th March 2018

રાણાવાવ પંથકમાં પ્રેમી સાથે બંધ રૂમમાં પિતાએ ઝડપી લેતા યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

પોલીસ ફરિયાદ કરવાનું કહેતા યુવતીને માઠું લાગ્યું :ગામમાં અરેરાટી

પોરબંદરના રાણાવાવ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને તેના પ્રેમી સાથે બંધ રૃમમાં પિતાએ ઝડપી લેતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાણાવાવ તાલુકાના એક ગામમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીની માતા યાત્રાએ ગઈ હતી.ઘરે તેના પિતા અને તેણીની નાની બહેન અને ભાઈ જ હતાં.રાત્રીના સમયે તેના પિતા પણ વાડીએ પાણી વાળવા માટે ગયાં હતાં. જ્યારે તે ઘરે પરત ફર્યાં ત્યારે તેની મોટી પુત્રી ત્યાં જોવા મળતા તેની શોધખોળ હાથ ધરી હતી.

  પિતાની શોધખોળ દરમિયાન મોટી પુત્રી ઘરના એક રૃમમાં યુવાન સાથે મળી આવી હતી. તેમજ પકડાઈ જવાની બીકે યુવક તેમજ પુત્રીના ભાઈ-બહેનોને હડસેલો મારીને નાસી ગયો હતો. આ અંગે પુત્રી પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું અને યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના આપઘાતના પગલે ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

(12:32 pm IST)