સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th March 2018

મોરબી જિલ્લામાં ઝેરી દવા પીવાના ચાર બનાવઃ એક મહિલા દાઝી જતા સારવારમાં

મોરબી તા. ૧૭ : મોરબીના જિલ્લામાં અલગ અલગ ચાર બનાવોમાં ૩ મહિલાઓ અને એક તરૂણ ઝેરી દવા પી લેતાઙ્ગ તેમજ એક મહિલા દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાંઙ્ગ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ હળવદના ઇશ્વરનગર માં રહેતી આશાબેન ભાડજા (ઉ.વ.૨૮) પોતાની ઘરે રસોઈ બનાવતી વેળાએ દાજી જતા પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી. બીજા બનાવમાં મોરબીના વાવડી રોડ પર રહેતી શેરબાનું પીંજરા (ઉ.વ. ૩૦) અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી. ત્રીજા બનાવમાં વાકાનેરના ચિત્રખડામાં રહેતા મહેશ જેજરીયા ( ઉ.વ.૧૭ ) વાળાએ પોતાની ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો. ચોથા બનાવમાં સગીતા દેત્રોજાઙ્ગ વાળીએ અગમય કારણોસર ફીનાઇલ પી લેતા તેમજ લીલતા અભિષેક કુમાર (૨૮) વાળી અગમય કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(11:49 am IST)