સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ધોરાજી તાલુકા પંચાયતમાં ઝાંઝમેર સીટ ના ભાજપ માંથી ઉમેદવારી પત્ર ખેંચનાર ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈ એ ઝેરી દવા પી લેતા ગંભીર :હાલ આઇસીયું માં સારવાર હેઠળ... ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધાશે

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી :- તાજેતરમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર સીટ પર ભાજપ માંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ (પટેલ) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.

તાજેતરમાં યોજાનાર ધોરાજી તાલુકા પંચાયતમાં ધોરાજી તાલુકાની ઝાંઝમેર સીટ પરથી ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ ઉવ.37 એ ઉમેદવારી નોંધાવી હતી. અને બે દિવસ પૂર્વે તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ઝાંઝમેરની સીટ કોંગ્રેસના ખોળે બિન હરીફ થઈ હતી.

આ મામલે ધોરાજી પોલીસે જણાવેલકે ધોરાજી ના હિરપરા વાડી ખાતે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ મોનોકોટો નામની ઝેરી દવા પી લીધા હોવાનું શિવ હોસ્પિટલના સૂત્રોએ જણાવતા ધોરાજી પોલીસ અધિકારીઓ હાલ હોસ્પિટલ ખાતે પોહચી ગયા છે. અને હાલ દર્દી ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે...

આ મામલે શિવ હોસ્પિટલના ડો. સંઘાણી એ દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું.

હાલ ડો. ચિરાગે ક્યાં કારણોસર ઝેરી દવા પીધી એ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

(4:41 pm IST)