સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

સાવરકુંડલા નગરપાલિકામાં પોલીસ ચોપડે નોંધાયેલા પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલને ટિકીટ અપાતા વિવાદ : જેસર રોડ પર બેનરો લાગ્યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૭ :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં તમામ પક્ષોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે દેશની અને દુનિયાની સૌથી મોટી પાર્ટી અને જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની પાર્ટી છે  ત્યારે સાવરકુંડલા નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ ડી કે પટેલ ને  ભાજપ દ્વારા ટિકિટ આપી છે અને પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે અને આ ઘટનાથી સાવરકુંડલા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે અને તેના વિરુદ્ધ જેસર રોડ પર હિષ્ટ્રિશીટર હોય જે અંગે બેનરો લાગ્યા છે

પોલીસ ચોપડે નોંધાયેલા અને પોલીસ દ્વારા  જાહેર કરાયેલી યાદી સાવરકુંડલા માં રહેતા દુર્લભજીભાઈ કલ્યાણભાઈ જયાણી ઉર્ફે ડી.કે. પટેલને ટીકીટ ફાળવવામાં આવી છે અને તેમણે પોતાનું ઉમેદવારીપત્ર પણ સાવરકુંડલા નગરપાલિકામાં રજુ કરેલ છે તેમના પર લગાડવામાં આવેલી કલમો પર નજર કરીએ તો ૯૨/૯પ આઇપીસી  ૧૮૮ ૭૨/૧૮  આઇપીસી  ૧૨૦ બી ૨૯૫ ૧૪૩ ૧૪૭ ૧૪૯ ૧૫૧ ૧૫૩ ૪૨૭ ૩૩૨ ૫૦૪ ૫૦૬ (૨) જેવી કલમ લાગેલ છે ડી.કે.પટેલ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે રૂપિયા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા અને ભાજપ પક્ષે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા  પોલીસ ચોપડે યાદીમાં છે ત્યારે આવા લિસ્ટમાં સામેલ યાદીમાં આ  નામ હોય લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે જોકે હિસ્ટ્રીશીટર ડી.કે.પટેલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમક્ષ ટીકીટ માગી ત્યારે એવું પણ જણાવ્યું હતું કે મને ભાજપની ટિકીટ આપવામાં આવે અને નગરપાલિકાનો સુકાન મને સોંપવામાં આવે તો હું સાવરકુંડલા શહેરને મારા સપનાંનું શહેર બનાવીશ પરંતુ તેમનું નામ યાદીમાં હોય પક્ષે ઘણું વિચાર્યું પરંતુ આખરે જિલ્લાના અને સ્થાનિક હોદ્દેદારો ડીકે પટેલના નામ ઉપર મહોર મારી અને ભાજપ માટે અને સાવરકુંડલા શહેરીજનો માટે એક ચર્ચાનો વિષય બનાવી દીધો છે આગામી સમયમાં લોકો આ ઉમેદવાર માટે કેવો સહકાર આપશે તે હવે જોવાનું રહેશે પરંતુ હાલ આ વિવાદિત  પૂર્વ  પ્રમુખ ને ટીકીટ આપતા તેમના વિરુદ્ધ વોર્ડ નંબર આંઠ જેસર રોડ પર તેમના બેનરો લાગ્યા છે જેથી હાલ આ વિષય ચર્ચામાં સ્થાન પામ્યો છે.

(12:57 pm IST)