સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

પોલિટેકનિક કોલેજ જામનગર ખાતે મતદાન જાગૃતિ

જામનગરઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૧અન્વયે જામનગર મહાનગરપાલિકાનું મતદાન તા.૨૧/૦૨/૨૦૨૧ના રોજ તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોનું મતદાન તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. ત્યારે જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તેવા આશય થકી જામનગરની પોલિટેકનિક કોલેજ ખાતે યુવા મતદાતાઓ તેમજ કોલેજના સ્ટાફ દ્વારા નિર્ભય નિષ્પક્ષ મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા. જેમાં મતદાન જાગૃતિ અભિયાનના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડોડીયા,નોડલઅધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, શિક્ષણ નિરીક્ષકશ્રી બીનાબેન દવે તેમજ પોલીટેકનીક કોલેજના પ્રિન્સીપાલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 pm IST)