સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ચેક રીટર્ન કેસમાં જામનગરના રહીશનો જુદાજુદા બે ફોજદારી કેસોમાં નિર્દોષ છુટકારો

જામનગર, તા., ૧૭: ફરીયાદી ચેકનો ધારણકર્તા નથી તેવું ઠરાવી મહેસાણાની કોર્ટમાં જામનગરના રહીશનો ર ફોજદારી કેસમાં નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

સદરહું કેસની વિગત એવી છે કે જામનગરના રહેવાસી ધર્મેન્દ્ર શાંતીલાલ ઠાકરે આઇસીઆઇસીઆઇ બેંક જામનગર પાસેથી પર્સનલ લોન રૂ. પ૦,૪૦૮ની લીધેલ અને તેનું વ્યાજ ૪૦ ટકા હતું. આરોપી ધર્મેન્દ્ર શાંતીલાલ ઠાકરે સને ર૦૦૭ની સાલમાં લોન લીધેલી અને ર૦૦૯ ની સાલ સુધી ર૪૪પના માસીક હપ્તા ભરેલા ત્યારબાદ આઇસીઆઇસીઆઇ બેંકે આરોપી ધર્મેન્દ્ર શાંતીલાલ ઠાકરનું એકાઉન્ટ કલોઝ નોટીસ આપ્યા વગર કરી નાખેલુ અને ર૦૦૯ ની સાલથી ર૦૧રની સાલ સુધી સદરહું લોન વસુલાત કરવા અંગેની કાર્યવાહી કરેલ નહી અને ર૦૧રની સાલમાં મહેસાણા મુકામેની રીયા કેપલીઝ કંપનીને સદરહું ચેક ચેકની પાછળ એન્ડોર્સ કરી અને વસુલાત માટે રીયા કેપલીઝને આપેલા અને પાવર ઓફ એટર્ની પણ આપેલું જે પાવર ઓફ એટર્ની નોટરી એકટની વિરૂધ્ધ હતુ અને તે પાવર ઓફ એટર્નીના આધારે રીયા કેપલીઝ કંપનીએ ફરીયાદ મહેસાણાની કોર્ટમાં પાવર ઓફ એટર્ની હોલ્ડરના દરજ્જે કમશીભાઇ ભુંગડે દાખલ કરેલ અને વેરીફીકેશન કોર્ટ સમક્ષ આપેલ. કોર્ટે તે વેરીફીકેશનના આધારે  આરોપી સામે નેગો. ઇન્સ્ટુ. એકટ અન્વયે સમન્સ ઇસ્યુ કરેલા, આરોપીએ કોર્ટ સમક્ષ હાજર થઇ ગુનાનો ઇન્કાર કરેલ કોર્ટે બંને પક્ષોને ફરીયાદી તથા આરોપીને સાંભળી બંને પક્ષોના પુરાવા લઇ દલીલો સાંભળી તેમાં આરોપી તરફે મુખ્યત્વે એવી તકરાર હતી કે ફરીયાદીનું લેણું લો ઓફ લીમીટેશન બહારનું છે. ફરીયાદી ચેકનો ધારણ કર્તા નથી. તેમજ કોર્ટને ફરીયાદ ચલાવવાની હકુમત નથી. તેમજ ફરીયાદીએ આર.બી.આઇ.ની ગાઇડ લાઇનનું પાલન કરેલ નથી. ચેકો આર.બી.આઇ.ની ગાઇડ લાઇન વિરૂધ્ધના છે. સહીતની વિવિધ તકરારો કોર્ટ સમક્ષ આરોપીએ લીધેલી. ચુકાદો આપી ઠરાવ્યું કે આઇસીઆઇસીઆઇ બેંક મુળભુત ફરીયાદી નથી તેમજ રીયા કેપલીઝ કાયદા મુજબના ફરીયાદી ન હોય તેવું ઠરાવી આરોપી ધર્મેન્દ્ર શાંતીલાલ ઠાકરને કેસ નં. ૬૭૧ર/૨૦૧૫ તેમજ ૬૭૧૪/૨૦૧પના બંને કેસોમાં નિર્દોષ ઠરાવતો ચુકાદો આપેલ. આરોપી તરફે જામનગરના એડવોકેટ શ્રી ભરત એસ.ઠાકર રોકાયેલા હતા.

(12:48 pm IST)