સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

વાંકાનેરના જેપુરમાં પ્રેમપ્રકરણમાં ધમકી મળતાં વનરાજે વખ ઘોળ્યું

છોકરીના સગાએ ગામ મુકી ત્રણ મહિના બહાર રહેવાનું કહી ધમકાવ્યાનો આક્ષેપઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના જેપુરમાં રહેતાં વનરાજ છગનભાઇ ધરજીયા (ઉ.વ.૨૦) નામના યુવાને વાડીએ ઝેરી  દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

વનરાજ કારખાનામાં કામ કરે છે અને બે ભાઇમાં નાનો છે. તેના પિતા છગનભાઇના કહેવા મુજબ વનરાજને એક છોકરી સાથે પ્રેમ હતો. થોડા દિવસ પહેલા છોકરી ભાગીને અમારા ઘરે આવી ગઇ હતી. તેણીને સમજાવીને પરત તેના માવતરને સોંપી દીધી હતી. એ પછી છોકરીના સગા વનરાજને હવે ત્રણ મહિના સુધી ગામ મુકી બીજે ગમે ત્યાં રહેવાનું કહી ધમકાવતાં હોઇ તે ગભારાઇ જતાં તેણે આ પગલુ ભર્યુ હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

(12:04 pm IST)