સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th February 2019

ભાવનગરમાં ભાઈચારાના દર્શન :આતંકી હુમલાના વિરોધમાં મુસ્લીમ સમાજ દ્વારા લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદનાં નારા

-વિશાળ રેલી નીકળીને શહિદ સ્મારક પાસે સભાના રૂપમાં ફેરવાઈ

 

ભાવનગર ;કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધમાં જમીયતે ઉલ્મા--હિન્દ ભાવનગરના શાખા તથા સમસ્ત મુસ્લીમ સમાજ ભાવનગરના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી શહિદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી તેમજ ઘવાયેલ જવાનો જલ્દીથી સાજા થઈ જાય તેવી દુવા કરવામાં આવી હતી શહેરના જોગીવાડની ટાંકી ચોકમાંથી એક વિશાળ રેલી, નિકલી હતી. રેલી સાંઢીયાવાડ, રૂવાપરી રોડ, દિવાનપરા રોડ, થઈને હલુરીયા ચોક, શહિદ સ્મારક પાસે સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી.

સભાને સંબોધતા દારૂલ ઉલુમ અકવાડાના હઝરત મૌલાના હનીફ સાહબ, દારૂલ ઉલુમ નુરેમહંમદી બાપુની વાડીના ચિસ્તી સાહેબ, અરેબીક કોલેજ આંબાચોકના મુફતી સાહેબ, મૌલાના જમીન સાહેબ, મોલાના મુજીબ ઉસ્તાદ, કરીમભાઈ ઈન્ડિયા, અલીયારખાન પઠાણ, ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, આરીફભાઈ કાલ્વા, યુનુસભાઈ સુપ્રિમ, સ્લીમભાઈ રાંધનપુરી, નાહિન કાઝી, મુસ્તુફાભાઈ ખોખર, સલીમભાઈ શેખ, રફીકભાઈ ખુશ્બુ, જાહિદ ભરૂચા, રજાકમીયા કાદરી સહિતના મુસ્લીમ સમાજના આગેવાનો કાર્યકરો રેલીમાં મોટી સંખ્યામાં રઉફભાઈ કલાસીક જોડાય હતા.

રેલીમાં દેશના શહિદો અમર રહો અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવવામાં આવ્યા હતા. હલુરીયા ચોકમાં યોજાયેલી સભામાં સંબોધતા મુસ્લીમ સમાજના આલીમો અને મૌલાના સાહેબોએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડતાને ટકાવી રાખવા અને દેશ ઉપર આવી પડેલી આફત વેળાએ સમગ્ર મુસ્લીમ સમાજ દેશ સાથે રહેવા અને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. રેલી દરમ્યાન હિન્દુ, મુસ્લીમ ભાઈચારાઓના પણ નારા લગાવવામાં આવ્યા હતા.

(3:07 pm IST)