મોરબીમાં વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી મીત ચૌહાણને રવિ બોરીચાની ધમકી
મોરબી તા. ૧૭ : મોરબીના ધક્કાવાડી મેલડી માં ના મંદિર નજીક યુવાન પાસે એક શખ્સે પઠાણી ઉધરાણી ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ મોરબીના રણછોડનગરમાં આવેલ શંકર ભગવાનના મંદિર નજીક રહેતા મિત વિજયભાઈ ચૌહાણ (ઉં. ૨૩)ને દાદીમાં બીમાર હોય પૈસાની જરૂરિયાત ઉભી થતા ફરીયાદી મીતે આરોપી રવિ બોરીચા પાસેથી એકાદ વર્ષ અગાઉ ૨૦,૦૦૦ રૂપિયા લીધેલ હોય જે આજદિન સુધીમાં ૧,૮૦,૦૦૦ રૂપિયા આપેલ બાદમાં ઉચા વ્યાજના કારણે આર્થિક ભીસના કારણે રૂપિયા આપી ના શકતા આરોપી રવિ બોરીચા પોતા પાસે ઉંચા વ્યાજે રૂપિયા આપવાનું લાઈસન્સ ન હોવા છતાં ફરિયાદી મીતને ઉંચા વ્યાજે રૂપિયા આપી ફરિયાદી મીતે જયારે ધક્કાવાડી મેલડી માં ના મદિર નજીક હોય દરમિયાન તેની પાસે પઠાણી ઉધરાણી કરી ઝપાઝપી કરી થપ્પડ મારી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મીતે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.