સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th January 2020

ભાવેણાની જાનવી મહેતાની ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી

ભાવનગર તા.૧૭: યોગની દુનિયામાં કુમારી જાનવી મહેતા ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામી યોગક્ષેત્રનાં ઈતિહાસમાં અનેરી સિધ્ધિ મેળવી છે. ભાવનગરની દીકરી એવી જાનવી જીજ્ઞેશભાઇ મહેતા કે જેમને રબ્બર બેન્ડ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. જેણે આ યોગ ક્ષેત્રે અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તેવી ભાવેણાની ગૌરવવંતી દીકરી જાનવી પ્રતિભા મહેતા કે જેઓને વર્લ્ડના ૭ ખંડમાંના એવા એશિયા ખંડના પ૦ દેશોના અધ્યક્ષસ્થાને રહી પ૦ દેશોના પ્રતિનિધિ તરીકેનું સુકાન સાંભળી યોગલક્ષી દરેક કાર્યને આગળ વધારશે.

જાનવીની સિધ્ધીઓની વાત કરીએ તો તેણે યોગમાં વર્લ્ડ રેકોર્ડસ પણ પોતાના નામે કર્યા છે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ ચીન, મલેશિયા, સાઉટ કોરિયા જેવા વિવિધ દેશોમાં કરી ૮ થી પણ વધુ વખત ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનો ડંકો વગાડયો છે. તેમજ મલેશિયામાં જાનવી ર રનર્સ અપ મિસ યોગીની ઓફ વર્લ્ડ બની ચૂકેલ છે.

જાનવીની આ બધી સિધ્ધિઓને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ શુભેચ્છાઓ આપેલ હતી.

હિમાલયા એડવેન્ચર અને યોગ એકટીવીટી ઓર્ગેનાઇઝેશન દ્વારા યોગ વર્લ્ડની પહેલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેરફ જાનવી મહેતાની પસંદગી જે ખુબ ગૌરવની વાત કહી શકાય તેવી બાબત ગણાવાઇ રહી છે.

(11:41 am IST)