સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th January 2020

જસદણની ઓમ બિમાર નંદી ગૌશાળાની અનન્ય ગૌશાળા ૨૨૦૦ બીમાર અપંગ ઇજાગ્રસ્ત ગૌમાતાને આશરો અપાયો

જસદણ,તા. ૧૭: સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક ગૌશાળાઓ ગાયોની સેવા અર્થે ચાલતી હોય છે પરંતુ જસદણની એક ગૌશાળામાં ગૌસેવાનું અનોખું કાર્ય થઈ રહ્યું છે.

જસદણના આટકોટ રોડ બાયપાસ નજીક જુના જંગવડના રસ્તે આવેલીઙ્ગ ઓમ બીમાર નંદી ગૌશાળામાં મોટેભાગે બીમાર હોય તેવી તેમજ અકસ્માતમાં પગ કપાઈ ગયા હોય તેવા પ્રકારની અને દૂધ આપતી ન હોય તેવી ગૌમાતાને આશરો આપવામાં આવે છે. આ ગૌ શાળામાં અંદાજે બાવીસો જેટલી ગૌમાતાની સેવા થઈ રહી છે જેમાં એક પગ કપાઈ ગયો હોય તેવી સતેવીસ ગાયો તેમજ આંખે દેખાતું ન હોય તેવી છ જેટલી સૂરદાસ ગાયો તેમજ જુદી જુદી બીમારીઓનો ભોગ બનેલી મોટાભાગની ગાયોનો સમાવેશ થાય છે. જસદણ પંથકમાં શિવની ડેરી તરીકે ઓળખાતી આ જગ્યા બ્રહ્મલીન સંત તુલસીદાસ બાપુની પવિત્ર જગ્યા છે. આ જગ્યામાં મહાદેવનું મંદિર પણ આવેલું છે. જસદણના ભરતભાઈ મનુભાઈ સાવલિયાઙ્ગ ઉર્ફે ભરાતદાસબાપુએ ગાયોની સેવા માટે ભેખ ધારણ કરી લીધો છે અને તેઓ છેલ્લા અઢાર વર્ષથીઙ્ગ આ અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગૌશાળામાં જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને ગૌશાળાની ગૌમાતા ને જ તેમનો પરિવાર માની લીધો છે તેઓ દિવસ-રાત ગાયોની સેવા કરે છે આ ગૌ શાળામાં બીમાર ગાયો માટે વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેકશન તેમજ ઇજાગ્રસ્ત ગાયોનેઙ્ગ પાટાપિંડી કરવા માટેની વિવિધ પ્રકારની દવા મલમઙ્ગ વગેરેનો સ્ટોક પણ હાજરમાં જ રાખવામાં આવે છે.

આ સંસ્થામાં મોટેભાગે અંધ અપંગ અને બિમાર ગાયોની રાખીને સાચા અર્થમાં ગૌ સેવા કરવામાં આવી રહી છે. ગૌશાળામાં આવેલી ગાય તેમના જીવનના અંત સુધી આ ગૌ શાળામાં જ કહે છે . આ ગૌશાળાની વિશિષ્ટતા એ છે કે દૂધ આપતી હોય તેવી માત્ર એક જ ગાય સંસ્થામાં રાખવામાં આવી છે. જેનું દૂધ ગૌશાળામાં સેવાની ભાવના સાથે કાયમી ધોરણે મજૂરીકામ અર્થે આવતા સાત મજૂરો તેમજ અન્ય કોઈ વ્યકિત આવતા હોયઙ્ગ તેના માટે ચા બનાવવા માટે ઉપયોગ થાય છે.

સંસ્થાના સંચાલક અને ગૌ સેવા માટે ભેખ ધારણ કરેલ ભરતદાસબાપુ ગુરુ શ્રી તુલસીદાસ બાપુએ જણાવ્યું હતું કે અંદાજે બાવીસો જેટલી ગૌમાતા સંસ્થામાં નિભાવવામાં આવી રહી છે. આ ગાયોનેઙ્ગ ટાઢ, તડકો અને વરસાદમાં પણ ખુલ્લામાં રાખવી પડે છઆ સંસ્થામાં અદ્યતન શેડ બનાવવામાં આવી રહ્યો છે. સ્વર્ગસ્થ સોનબાઈબેનઙ્ગ દાદભાઈ ગીડાની સ્મૃતિમાં તથા સ્વર્ગસ્થ નટુભાઈ દાદાભાઈ ગીડા ના સ્મરણાર્થે તાજેતરમાં લાભુબેન નટુભાઈ ગીડા તરફથી અંદાજે રૂપિયા તેર લાખ એકાવન હજારના ખર્ચે શેડ બનાવવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. જોકે મોટી સંખ્યામાં ગાયો હોવાથી ગાયોના નિભાવા માટે આ સંસ્થામાં દરરોજ એક ટ્રક જેટલા જથ્થામાં કીટી તેમજ મોટા જથ્થામાં ઘાસચારો વગેરેની જરૂરિયાત રહે છે અને અંદાજે દરરોજ રૂપિયા પચાસ હજાર જેટલો ખર્ચ ગૌમાતા માટે થાય છે.સંસ્થા ઓમ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ નામથી ટ્રસ્ટ રજીસ્ટર નંબર ૧૦૬૦૨ થી ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ છે તેમજ આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતા નંબર ૧૭૦૮૦૫૦૧૨૯૧૬ ધરાવે છે ઘાસચારો, કીટી , પશુની દવા કે કોઈ પણ રીતેઙ્ગ ગૌશાળાને મદદરૂપ થવા માટે સંસ્થાના સંચાલક ભરતદાસબાપુનો મોબાઇલ નંબર ૯૯૦૪૯૯૯૦૧૪ ઉપર સંપર્ક કરી શકાય છે. ટ્રસ્ટી મંડળના રાજેશભાઈ છાયાણી, વિનોદભાઈ હિરપરા, મગનભાઈ ટાઢાણી, મુન્નાભાઈ સાવલિયા, વલ્લભભાઈ ભુવા, બાલકૃષ્ણભાઈ અકબરી, ડો.જયસુખભાઇ વડાલીયા,ઙ્ગ ભોળાભાઈ રંગાણી,ઙ્ગ દિનેશભાઈ સિધ્ધપુરા, જેન્તીભાઈ પટેલ, રમેશભાઈ જનાણી,ઙ્ગ કાળુભાઈ પાનસુરીયા, શૈલેષભાઈ છાયાણી, રમેશભાઈ સાવલિયા સહિતના ટ્રસ્ટીઓઙ્ગ તેમજ દિનેશભાઈ ધાધલ, જયદીપભાઈ ગીડા,ઙ્ગ જયંતીભાઈ સખીયા, શૈલેષભાઈ શિરોળીયા, રણજીતભાઈ ગીડા,ઙ્ગ ભરતભાઈ પણસારા, જયસુખભાઇ વસાણી સહિતના લોકો સેવા આપી રહ્યા છે. આ સંસ્થાની મુલાકાત લઈને ત્યાં થતી ગૌસેવાના રૂરૂ દર્શન કરવાએ પણ એક લ્હાવો છે.

(11:37 am IST)