સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th January 2019

બગસરા પાસે બાઇક અને છોટા હાથી સામસામે અથડાતા યુવાનનું મોત

અમરેલી તા.૧૭: બગસરા ચોકડી નજીક છોટા હાથી સાથે બાઇક અથડાતા એક યુવાનનું મોત અને એકને ગંભીર ઇજા થઇ છે. બગસરા નજીક ચોકડી પાસે સોનગઢ તાલુકાના શિહોરના કાર્તિક રમેશભાઇ ગીલાતર તથા રોહનભાઇ રાજુભાઇ સંધાણી રહે. માળીલા તથા મીહીર ચંદુભાઇ બોરીચા નામના વિદ્યાર્થીઓ વનવગડો હોટલે જમવા આવેલા અને ત્યાંથી પોતાનું બાળક લીવો નં જી.જે. ૧૪ એ.એલ. ૮૫૩૮ લઇ પરત આવી રહયા હતા ત્યારે ચલાલા બગસરા રોડ પર ચોકડી પાસે છોટા હાથી વાહન (નં. જી.જે. ૧૧ વાય ૫૩૨૩)ના ચાલકે હડફેટે લેતા રોહનનું મોત જયારે મીહીરને ઇજા પહોંચાડી વાહન મુકી નાસી ગયાની ફરીયાદ ચલાલા પોલીસમાં થવા પામી હતી.

(3:53 pm IST)