સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th January 2019

સુરેન્દ્રનગર પાસે ગાય આડી ઉતરતા બાઇક પાછળ બેઠેલ પત્નીનું મોત : પતિ સારવારમાં

 વઢવાણ, તા. ૧૭ : સુરેન્દ્રનગર-લીંમડી રોડ ઉપર બાઇક આડે ગાય પડતા મોટર સાયકલ સ્લીપ થતા પાછળ બેઠેલ મહિલાનું મોત નિપજયું હતું.

સુરેન્દ્રનગર લીંમડી રોડ ઉપર અંકેવાળાયા ગામના પાટીયા પાસે બાઇક લઇને પસાર થતાં દંપતિની આડે અચાનક રોડ ઉપર ગાય આડી ઉતરતા બાઇક ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સજાવા પામ્યો હતો. ત્યારે બાઇક પાછળ બેઠેલા પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મહિલાનું મોત નિપજેલ હતું. પતિ ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

(3:51 pm IST)