સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th January 2019

મોરબી સિંચાઇ કૌભાંડમાં મંડળી આગેવાનની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી

મોરબી તા. ૧૭ : મોરબી જીલ્લામાં ચકચારી સિંચાઈ કૌભાંડમાં ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થયા બાદ ધારાસભ્ય સહિતના બાકી બે આરોપી સામે પણ ચાર્જશીટ ફાઈલ થઇ છે જે દરમિયાન એક આરોપીએ જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.

હળવદ સિંચાઈ કૌભાંડમાં રાજય સરકારની ટીમો બાદ મોરબી એ ડીવીઝન અને ડીવાયએસપી ટીમે કરેલી તપાસમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, ઙ્ગરાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ ઙ્ગરાઠોડ અને ગણપતભાઈ રાઠોડ એમ ચારને ઝડપી લીધા બાદ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ ભરત ગણેશીયા મારફત લાખોની લાંચ લીધી હોવાના ખુલાસાને પગલે પોલીસે ધારાસભ્ય અને મળતિયા વકીલની અટકાયત કરી હતી જે સિંચાઈ કોભાંડમાં પોલીસે ઙ્ગનિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ વિરુદ્ઘ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી તો બાદમાં ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને તેના વકીલ સામે પણ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છેઙ્ગ જેમાં તાજેતરમાં વેગડ્વાવ મજુર સહકારી મંડળીના ગણપતભાઈ રાઠોડે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીને જેલમાં જ રહેવું પડશે તો અગાઉ હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને તેના મળતિયા વકીલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે અને તમામ આરોપીઓ હાલ જેલમાં જ બંધ છે.

 

(11:47 am IST)