મૂળીના ખંપાળીયા ગામે પવનચક્કીના કરન્ટથી મકાનમાં આગ લાગી : ઘરેણા સહિત ઘરવખરી ખાખ
વઢવાણ તા. ૧૬ : મૂળી તાલુકાના ખંપાળિયા ગામ એ મોડી રાત્રે મકાનમાં આગ લાગી છે તેને લઈને મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ બની જવા પામી છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે અત્યારે રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી છે.
પ્રાથમિક તપાસમાં પવનચક્કીના કરંટ થી આગ લાગી હોવાનું ખુલવા પામ્યું છે. તેને લઈને ઘરમાં પડેલી તમામ ઘરવખરી સોના ચાંદી રોકડ રૂપિયા તમામ વસ્તુઓ બળીને ખાક બની જવા પામી છે જોકે આ બાબતની જાણકારી ગ્રામજનોને થતાં તાત્કાલિક તેમણે આ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં મેળવી હતી.
સદનસીબે કોઈને જાનહાનિના થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સ્થાનિક ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર મારો ચલાવી અને આગને કાબુમાં લીધી છે. ત્યારે આ મામલે મોટું નુકસાન થયું છે બાકી કોઈ જાનહાની થઈ નથી.