સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th December 2021

પોરબંદરની ડો. ગોઢાણિયા બી.એડ્. કોલેજમાં ગીતા જયંતી ઉંજવાઈઃ શ્લોકપઠન-પ્રશ્નોત્તરી-વાર્તાલાપ યોજાયા

પોરબંદર, તા. ૧૬: માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વિ.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજ ખાતે શ્રીમદ્દ ભગવદ્ ગીતા જયંતીની ઉંજવણી અંતર્ગત અધ્યાય-૧૫ શ્લોકગાન, પ્રશ્નોત્તરી અને વાર્તાલાપોનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રારંભમાં ગોઢાણીયા બી.એડ્. કોલેજના પ્રાચાર્ય અને એકટીવ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરાએ વૈશ્વિક ગ્રંથ શ્રીમદ્દ ભગવદ્ ગીતાના શ્લોકોનો ઉંલ્લેખ કરી ભારતીય સંસ્કૃતિ કર્મ પ્રધાન છે. જણાવી મહાનુભાવોને આવકાર્યા હતા.
ગોઢાણીયા બી.એડ્. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યુ હતુ કે, ગીતાએ અમૃત ગ્રંથ છે. જેમ આપણે ગાયનું દૂધ પીએ છીએ તેમ ગીતાનું અમૃત પીવાનું છે જયારે આજે આપણે ગુટકા, બીડી, સિગારેટ દારૂ જેવા માદક દ્રવ્યોનું સેવન કરીએ છીએ ત્યારે શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું સેવન કરવાનુ છે ગીતા શબ્દને ઉંલ્ટાવીએ તો તાગી-ત્યાગ બધુ છોડવાનુ કહે છે, અહંકાર, લોભ, મદ આ બધુ છોડીને શ્રી કૃષ્ણના શરણે જવાનુ છે. શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું પૂજન કરવામાં આવે છે તે બરાબર છે પણ શ્રીમદ્દ ભગવદ્ ગીતા એ પૂજાનો વિષય નથી આચરણમાં મુકવાનો ગ્રંથ છે.
ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ કર્મના સિદ્ઘાંતને જીવનમાં ચરિતાર્થ કરવાની શુભેચ્છા પાઠવી હતી. એકટીવ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણાએ ભગવદ્ ગીતાને વૈશ્વિક સર્વોચ્ચ ગ્રંથ ગણાવ્યો હતો.
બી. એડ્.ના પ્રશિક્ષણાર્થી હેનાબેન તન્ના, શાંતિબેન ડોડીયા, રણજીતભાઈ સુંડાવદરા, રિદ્ઘિબેન વાળા, ભાવિષાબેન ઓડેદરા દ્વારા અધ્યાય-૧૫ શ્લોકનું ગાન, પ્રશ્નોત્તરી અને વાર્તાલાપો અપાયા હતા.
કાર્યક્રમનું સંચાલન શિક્ષાર્થી હેમાંગીબેન વારાએ સંભાળ્યુ હતું. આભારદર્શન પ્રા. બ્રિજેશભાઈ દેસારીએ કર્યુ હતુ. કાર્યક્રમમાં મનીષાબેન ઓડેદરા, જખરાભાઈ આગઠ, જાનકીબેન જોષી, જલ્પાબેન ઓડેદરા, દર્શનાબેન મોકરીયા, પરીક્ષિતભાઈ મહેતા, દર્શનાબેન સોલંકી, સંધ્યાબેન વાજા, ગ્રંથપાલ, જાગૃતિબેન કારીયા, બાલુભાઈ ઉંપાધ્યાય સહિત પ્રશિક્ષણાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

 

(10:27 am IST)