સાવરકુંડલાના વીજપડીથી રાજુલા જતા રોડ માટે બાયપાસ રોડ કાઢવા માંગ
(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા, તા.૧૬: વીજપડીથી રાજુલા તરફ જવા માટે બાય પાસ રોડ કાઢવા માંગ ઉઠવા પામી છે.
સાવરકુંડલા તાલુકાનું વીજપડી ગામથી રાજુલા જવા માટે વીજપડી ગામમાંથી નાના મોટા વાહનોને પસાર થવું પડે છે. તેના કારણે દિવસમાં ચારથી પાંચ વખત ટ્રાફિક જામ થઈ જાય છે વીજપડીથી રાજુલા જવું હોય તો મેઈન બજાર વીંધીને જવું પડે છે આ મેઈન બજારમાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓ લેવા લોકોની ભારે ભીડ થતી હોય તેવી સ્થિતિમાં આ રોડ ઉપરથી ભારે અતિભારે વાહનો પસાર થતા હોય છે આ રોડ ઉપર મોટું એક વાહન પસાર થાય એમ એટલો રસ્તો હોવાથી ત્યાં બે વાહન સામ સામે ભેગા થાઇ જાય એટલે ટ્રાફિક જામ થાય એટલે આ ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલવા માટે વીજપડીથી રાજુલા જવા માટે તાત્કાલિક બાય પાસ રોડ કાઢવાની તાતી જરૂરિયાત હોવાનું સ્થાનિક રહીશોમાં ચર્ચા રહ્યું છે.
આવતી વિધાનસભાની ચૂંટણી પહેલા વીજપડી થી રાજુલા જવા માટે બાય પાસ રોડ કાઢી આપે તેવી વીજપડી ગામ ના રહીશો માંગ ઉઠાવી રહ્યા છે તેવું વિશ્વાસ પાત્ર વર્તુળો માંથી જાણવા મળેલ છે.