સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th December 2019

મોરબીમાં એસટી બસમાંથી લેપટોપ ચોરી થયાની ફરિયાદ

કેશોદ ભુજ રૂટની બસમાં મુસાફરી કરતા આદિપુરના ફરિયાદીનું લેપટોપ ચોરાયું

મોરબીના બસ સ્ટેન્ડમાં એસટી બસમાંથી મુસાફરનું લેપટોપ ચોરી થયું હોય જે મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

કચ્છના આદિપુરના રહેવાસી મીલાપભાઇ મહેન્દ્રકુમાર ઉમરાણીયા નામના યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે કેશોદ ભુજ રૂટની બસમાં મુસાફરી કરતા હોય અને મોરબીના બસ સ્ટેન્ડમાં બસમાં રાખેલ તેનું લેપટોપ કીમત રૂ ૩૦,૦૦૦ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(12:40 am IST)